Homeગુજરાતમોરબીમોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીના તૃતીય પાટોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી

મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીના તૃતીય પાટોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી

પ્રમુખ ડી.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ નવચંડી હવન, ફરાળ અને મહાપ્રસાદનું આયોજન

મોરબી: મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીના તૃતીય પાટોત્સવ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડેપોના પ્રમુખ ડી.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મોરબી ડેપોમાંથી આજદિન સુધી નિવૃત્ત થયેલા કર્મચારીઓ તેમજ હાલમાં ફરજ બજાવતા કર્મચારીઓ એકત્રિત થઈ માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.

પાટોત્સવ નિમિત્તે માતાજીના સાનિધ્યમાં નવચંડી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધાર્મિક વિધિ સાથે શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. બપોરે ફરાળ તથા સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિભાવ અને ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો.

મોરબી એસટી ડેપોના નિવૃત્ત અને હાલના કર્મચારીઓ એકસાથે જોડાયા હોવાથી આ પ્રસંગ ધાર્મિક આસ્થા સાથે કર્મચારીઓના પરસ્પર જોડાણ અને એકતાનું પ્રતીક પણ બન્યો હતો. માતાજીના આશીર્વાદ સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો.

RELATED ARTICLES

Most Popular