આમ તો ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે પરંતુ આ દારૂ બંધી કેટલા અંશે અમલવારી થાય છે તે તો જગ જાહેર છે વારંવાર નબીરાઓની નશાની હાલત માં કરેલી કરતુતો સામે આવતી હોય છે તો ક્યારેક દારૂ ના નશામાં લુખ્ખા તત્વોનો આતંક પણ જોવા મળતો હોય છે ત્યારે આવી જ એક ઘટના મોરબીના હાર્દસમાં શનાળા રોડ પર એક શખ્સ જે એક હાથમાં લાકડી અને બીજા હાથમાં દારૂની પોટલી લઈને ખુલ્લે આમ રોડ ની વચ્ચો વચ્ચ ચાલતો નજરે પડી રહ્યો છે જોકે આ રોડ પર રોજના હજારો વાહન પસાર થાય છે અને ત્યાં જ આ પ્રકારે શખ્સે દારૂના નશામાં ખેલ કર્યા છતાં કોઈ તેને રોકવાની હિમત કરી શક્યું ન હતું
મોરબી પોલીસ દ્વારા શહેરના મોટાભાગના વિસ્તારની અંદર સીસીટીવીથી મોનીટરીંગ કરી અનેક લોકોને હેલ્મેટ અને સીટબેલ્ટના મેમો આપવામાં આવે છે તો શું આ શખ્સ મિસ્ટર ઇન્ડિયા હતો કે જે પોલીસ ના સીસીટીવીમાં કેમેરામાં દેખાયો નહી કે પછી સીસીટીવી ઓપરેટર કે પોલીસ કર્મીઓ આ ઘટના સમયે આરામ ફરમાવી રહ્યા હતા કે પછી આ શખ્સને જોઈ પોલીસે આંખ આડા કાન કરી લીધા હતા ? તેવા સવાલ થઇ રહ્યા છે૩૧ ડીસેમ્બરની રાત્રે શહેરમાં દારૂબંધી માટે નીકળેલી પોલીસ જાણે દિવસે થાકીને ઊંઘી હોય તેવી સ્થિતિ આ વિડીયો જોઈને લાગી રહી છે.


આમ તો આવા કિસ્સાઓમાં મીડિયામાં સામે આવ્યા બાદ પોલીસ આવા શખ્સોને પકડવા દોડધામ કરતી હોય છે. શું આ ઘટનાનો વિડીયો સામે આવ્યા બાદ પોલીસ કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું આમ તો મોરબીની બજારમાં તેમજ જાહેર સ્થળ પર રોજબરોજ નશાખોર શખ્સોનો આતંક એકાંતરા સામે આવે છે અને અનેક સ્થળ પરથી લોકો પોલીસમાં અરજી કરે છે પરંતુ આ કાર્યવાહી અરજી પુરતી પોલીસ કાર્યવાહી કરી સંતોષ માની લે છે શું આવા સ્થળોએ થી નશાખોર કાયમી રીતે દુર થશે તેવી લોકોમાં માંગ ઉઠી છે

#Attack #Bhrashtachar #BreakingNews #CrimeNews #DemocracyAtRisk #EducationUnderThreat #Government Officers #GroundControversy #Gujarat #GujaratiNews #GujaratNews #GujaratPolice #GujaratPolitics #HARSHSHANGHVI #IncomeTaxRaid #jagdishvishwkarma #JanAandolan #JanAwaaz #JusticeForPeople #JusticeQuestion #LokAwaaz #LokCharcha #MehsanaNews #MiddleClassVoice #Morbi #morbibjp #morbimahanagarpalika #MorbiNews #MorbiPolitics #NyayKyaHai #NyayMaang #PoliticalAccountability #PoliticalBias #PowerAndPolitics #PowerChange #PowerPolitics #PublicMoney #PublicTrust #Sabarkantha #SamajikMudda #Surat #surendrnagar #TruthVsPower #ViraniHighSchool MORBI
