Monday, February 2, 2026
Homeગુજરાતમોરબીમાર્ગ પર સુરક્ષા એ જ પ્રથમ રક્ષા: મોરબી RTO અને પોલીસના સંયુક્ત...

માર્ગ પર સુરક્ષા એ જ પ્રથમ રક્ષા: મોરબી RTO અને પોલીસના સંયુક્ત ઉપક્રમે ‘રાહવીર’ યોજના અને ટ્રાફિક નિયમો અંગે જનજાગૃતિ

મોરબી આર.ટી.ઓ (RTO) દ્વારા વર્ષ ૨૦૨૬ના પ્રથમ મહિનાને માર્ગ સલામતી મહિનો તરીકે ઉજવવાના આયોજનના ભાગરૂપે આજે તા. ૦૨/૦૧/૨૦૨૬, શુક્રવારના રોજ ટંકારાની ઓપરેટ કન્યા છાત્રાલય ખાતે ઉદ્દઘાટન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ નાયબ પોલીસ અધિક્ષક સમીર સરદાના અધ્યક્ષ સ્થાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે એ.આર.ટી.ઓ. આર.પી. પ્રજાપતિ, ટંકારા ચીફ ઓફિસર ગિરીશ સરૈયા, અને ઓપરેટ કન્યા છાત્રાલયના કેમ્પસ ડાયરેક્ટ ગોપાલભાઈ રતનપરા સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીનીઓને સુરક્ષાનું માર્ગદર્શન: કાર્યક્રમમાં છાત્રાલયની ૧૫૦ થી વધુ વિદ્યાર્થીનીઓને મંચસ્થ મહાનુભાવો દ્વારા માર્ગ સલામતીના પાઠ ભણાવવામાં આવ્યા હતા.

ભવિષ્યમાં સજાગ વાહનચાલક કેવી રીતે બનવું.

અકસ્માત સમયે મદદ કરનાર માટેની ‘રાહવીર યોજના’ (Good Samaritan Law) વિશે ઊંડાણપૂર્વક સમજૂતી.

ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન એ દંડ બચાવવા માટે નહીં પણ જીવન બચાવવા માટે છે તેવો સંદેશ.

પોલીસ અને RTO દ્વારા થતી એન્ફોર્સમેન્ટની કામગીરી માર્ગ સલામતીનો જ એક ભાગ છે તેની સ્પષ્ટતા.

જાન્યુઆરી માસના કાર્યક્રમો: આર.ટી.ઓ. મોરબી દ્વારા જણાવાયું હતું કે, સમગ્ર જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન પોલીસના સંયુક્ત ઉપક્રમે વિવિધ વિસ્તારોમાં જનજાગૃતિના કાર્યક્રમો, હેલ્મેટ ડ્રાઈવ, અને ટ્રાફિક અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવશે.

RELATED ARTICLES

Most Popular