Monday, February 2, 2026
Homeગુજરાત"પ્રેમસંબંધ તોડતા પ્રેમી પાગલ થયો: યુવતીના અંગત ફોટા ઇન્સ્ટાગ્રામ-ફેસબુક પર વાયરલ કરી...

“પ્રેમસંબંધ તોડતા પ્રેમી પાગલ થયો: યુવતીના અંગત ફોટા ઇન્સ્ટાગ્રામ-ફેસબુક પર વાયરલ કરી પીછો કરતા ગુનો દાખલ”

પ્રેમસંબંધ તોડી નાખ્યા બાદ પણ યુવતીનો પીછો કરી, તેને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવાનો પ્રયાસ કરનાર શખ્સ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી યુવતીના અંગત ફોટા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર વાયરલ કરી સતત દબાણ કરતો હોવાની ફરિયાદ નોંધાઈ છે.

ઘટનાની વિગતો: ફરિયાદ મુજબ, ફરિયાદી યુવતીને અગાઉ આરોપી સાથે પ્રેમસંબંધ હતો. જોકે, પરિવારને જાણ થતાં યુવતીએ આ સંબંધનો અંત લાવવાનું નક્કી કર્યું હતું. સંબંધ રાખવાની મનાઈ કરવા છતાં આરોપીએ યુવતીનો પીછો કરવાનું ચાલુ રાખ્યું હતું. યુવતી જ્યારે પણ ગામમાં કોઈ વસ્તુ લેવા માટે બજારમાં જતી, ત્યારે આરોપી તેની પાછળ-પાછળ જઈને માનસિક રીતે હેરાન કરતો હતો.

આરોપીએ અગાઉ પાડેલા યુવતીના ફોટા તેના વોટ્સએપ સ્ટેટસ (WhatsApp Status), ઇન્સ્ટાગ્રામ (Instagram), અને ફેસબુક (Facebook) પર મૂક્યા હતા. એટલું જ નહીં, તેણે પોતાના પ્રોફાઇલ પિક્ચર (DP) માં પણ યુવતીના ફોટા રાખી તેને બદનામ કરવાનો અને સંબંધ રાખવા માટે દબાણ કરવાનો ગુનો કર્યો છે.

આરોપીના આ કૃત્ય બદલ પોલીસે તેની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કલમ ૭૮ મુજબ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular