Saturday, March 28, 2026
Homeગુજરાતમોરબીમાં રાજકીય ભૂકંપ: 'માનનીય' ધારાસભ્યની 'કામલીલા'ની સીડીએ ઊંઘ હરામ કરી? સીડી દબાવવા...

મોરબીમાં રાજકીય ભૂકંપ: ‘માનનીય’ ધારાસભ્યની ‘કામલીલા’ની સીડીએ ઊંઘ હરામ કરી? સીડી દબાવવા કરોડોના વ્યવહારની બજારમાં ગરમાગરમ ચર્ચા!

મોરબી: મોરબીના રાજકારણમાં અત્યારે એક એવી ચર્ચાએ જોર પકડ્યું છે જેણે ભલભલા રાજકીય માંધાતાઓના શ્વાસ અધ્ધર કરી દીધા છે. ચર્ચાઈ રહ્યું છે કે, મોરબીના એક કદાવર નેતા અને ધારાસભ્યની જૂની ‘કામલીલા’નો વીડિયો (CD) બહાર આવતા અને આ વીડિયોને દબાવવા માટે કરોડો રૂપિયાનો વહીવટ થયાની વાત વાયુવેગે બજારમાં ફેલાઈ છે.

શું છે સમગ્ર મામલો?
મોરબીની બજારો અને સોશિયલ મીડિયાના છુપા ગ્રુપમાં ચાલી રહેલી ચર્ચાઓ મુજબ, જે તે સમયે આ ‘માનનીય’ નેતા એક સ્ત્રી સાથે કામલીલામાં મશગૂલ હતા, ત્યારે તેમની જાણ બહાર આ સમગ્ર ઘટનાની સીડી ઉતારી લેવામાં આવી હતી. આ સીડી જ્યારે નેતાજીના હાથમાં આવી અથવા તેમને બતાવવામાં આવી, ત્યારે પોતાના રાજકીય કરિયર પર લાગનારા કલંકથી બચવા માટે તેમણે મોટું આર્થિક સમાધાન કર્યું હોવાનું કહેવાય છે.

જનતાના પૈસા કે અંગત કમાણી?
બજારમાં ચર્ચાઈ રહેલી વાત મુજબ, આ સીડી સાર્વજનિક ન થાય તે માટે જે તે સમયે કરોડો રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે:

એવા તે કેવા નેતા કે જેમને શારીરિક ભૂખ સંતોષવા માટે પોતાની મર્યાદાનું પણ ભાન ન રહ્યું?

શું આ કરોડો રૂપિયા ભ્રષ્ટાચારની કમાણીમાંથી આપવામાં આવ્યા છે?

જનતા જેમને આદર્શ માનીને મત આપે છે, શું તેમની અસલી સુરત આ છે?

મોરબીમાં ચર્ચાઓનું બજાર ગરમ
હાલ તો આ મામલે કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી, પરંતુ જે રીતે મોરબીની ગલીએ-ગલીએ આ નેતાજીની ‘કામલીલા’ના કિસ્સાઓ સંભળાઈ રહ્યા છે, તે જોતા રાજકીય ગરમાવો ચરમસીમાએ છે. લોકો પૂછી રહ્યા છે કે જનતાના સેવક હોવાનો દાવો કરનારા નેતાઓની નૈતિકતા ક્યાં ગઈ?

આ સીડી ખરેખર અસ્તિત્વમાં છે કે પછી રાજકીય વિરોધીઓનું આ કોઈ ષડયંત્ર છે, તે તો આવનારો સમય જ બતાવશે. પરંતુ હાલ તો ‘સીડી’ અને ‘કરોડોના વ્યવહાર’ની વાતોએ મોરબીના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે.

RELATED ARTICLES

Most Popular