મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા રવિવાર, તા. 26-07-2026ના રોજ રાંદલ વિદ્યાલય, મોરબી ખાતે જિલ્લા કક્ષાની સામાન્ય જ્ઞાન કસોટીનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કસોટીમાં ગ્રામ્ય કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર કુલ 79 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.કાર્યક્રમમાં મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળના પૂર્વ પ્રમુખ ચંદુભાઈ હુંબલ, પેન્શનર મંડળના પ્રમુખ જીવણભાઈ ડાંગર તેમજ પૂર્વ પ્રમુખ ડૉ. રામભાઈ વારોતરીયાએ વિશેષ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. ગ્રામ્ય કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામો અર્પણ કરવામાં આવ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમ માટે સ્વ. મીતાંશ ડાંગરના સ્મરણાર્થે ડાંગર રાણાભાઈ જેસંગભાઈ દ્વારા સંપૂર્ણ આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો.સામાન્ય જ્ઞાન કસોટીના સુપરવાઇઝર તરીકે ખીમાણીયા કરસનભાઈ, બોરીચા અજીતભાઈ અને રાઠોડ વસંતભાઈએ સફળતાપૂર્વક ફરજ નિભાવી હતી.જિલ્લા કક્ષાની સામાન્ય જ્ઞાન કસોટીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા યોજાનારા વિદ્યાર્થી સન્માન સમારોહમાં શીલ્ડ અને પ્રમાણપત્ર અર્પણ કરીને સન્માન કરવામાં આવશે.કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળના પ્રમુખ દિનેશભાઈ હુંબલ, મંત્રી મહેશભાઈ ડાંગર તેમજ અજયભાઈ ડાંગર, વિક્રમભાઈ ડાંગર, વિજયભાઈ ડાંગર, સાગરભાઈ ચાવડા, યશપાલભાઈ લોખિલ, ગૌરાંગ ગોહિલ, વિજય કાનગડ, રમેશભાઈ છૈયા સહિત તમામ કારોબારી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.સમગ્ર કાર્યક્રમનું અસરકારક સ્ટેજ સંચાલન સહમંત્રી રાજેશભાઈ મંઢ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે કાર્યક્રમના અંતે મંત્રી મહેશભાઈ ડાંગરે આભારવિધિ કરી તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.
