હળવદ: હળવદ તાલુકાના રાતાભેર ગામે જુગાર રમતા કુલ 8 શખ્સોને હળવદ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રૂ. 1,27,000 રોકડા અને ગંજીપત્તા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.પોલીસને મળેલી બાતમીના આધારે રાતાભેર ગામમાં એક રહેણાંક મકાનમાં જુગાર રમાતો હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા 8 શખ્સોને ઝડપી પાડ્યા હતા.પોલીસની કાર્યવાહી દરમિયાન રૂ. 1,27,000 રોકડ રકમ અને ગંજીપત્તાના 25 પાના મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ. 1,27,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.આ મામલે હળવદ પોલીસે તમામ 8 આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
