Homeગુજરાત11 મહિનાથી નાસતા આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડ્યો

11 મહિનાથી નાસતા આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડ્યો

મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 11 મહિનાથી નાસતા ફરતા આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડ્યો છે.

પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્જ ભુજ તથા જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ દ્વારા પ્રોહિબિશન તેમજ અન્ય અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા અને નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ દરમિયાન મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 11 મહિનાથી નાસતો ફરતો આરોપી રણજીતસિંહ મેવાસિંહ રાવત પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. પોલીસ ટીમે આરોપીને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસની કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.એસ. ઘેટિયા તથા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર સી.એસ. સોંદરવા સહિત સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.

મોરબી તાલુકા પોલીસે નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી પ્રોહિબિશનના ગુનાની તપાસમાં વધુ કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular