Homeગુજરાતદેશી દારૂના ગુનામાં સંડોવાયેલા ઈસમને મોરબી જિલ્લામાંથી 6 મહિના માટે હદપાર કરાયો

દેશી દારૂના ગુનામાં સંડોવાયેલા ઈસમને મોરબી જિલ્લામાંથી 6 મહિના માટે હદપાર કરાયો

મોરબી સીટી બી ડિવિઝન પોલીસની કાર્યવાહી, મોરબી સહિત 6 જિલ્લાની હદમાંથી હદપારીનો હુકમ

મોરબી: દેશી દારૂના વેચાણના ગુનામાં સંડોવાયેલા ઈસમ સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે હદપારીની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા તૈયાર કરાયેલી હદપારી દરખાસ્તના આધારે પ્રાંત અધિકારી અને સબ-ડિવિઝન મેજિસ્ટ્રેટ, મોરબી દ્વારા ઈસમને છ મહિના માટે છ જિલ્લાની હદમાંથી હદપાર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂના વેચાણ સંબંધિત પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા દિનેશભાઈ બાબુભાઈ ચૌહાણ, રહે. મોરબી વિરુદ્ધ હદપારી દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.

પોલીસ સ્ટાફને મળેલી સૂચના અને માર્ગદર્શનના અનુસંધાને આરોપી વિરુદ્ધ હદપારી દરખાસ્ત તૈયાર કરી પ્રાંત અધિકારી તથા સબ-ડિવિઝન મેજિસ્ટ્રેટ, મોરબી સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

દરખાસ્તને ધ્યાને લઈ સત્તાધિકારી દ્વારા દિનેશભાઈ બાબુભાઈ ચૌહાણને મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, કચ્છ-ભુજ અને જામનગર જિલ્લાની હદમાંથી છ માસ માટે હદપાર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

આ હુકમના પગલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઈસમને મોરબી જિલ્લાની હદ બહાર મોકલી આપીને હદપારીની કાર્યવાહી અમલમાં મૂકી છે.

RELATED ARTICLES

Most Popular