Homeગુજરાતમોરબીમાં જુગારની બાજી પર પોલીસનો દરોડો: 7 આરોપીઓ ઝડપાયા, રોકડ સહિત મુદ્દામાલ...

મોરબીમાં જુગારની બાજી પર પોલીસનો દરોડો: 7 આરોપીઓ ઝડપાયા, રોકડ સહિત મુદ્દામાલ કબજે

મોરબી: મોરબી સિટી બી ડિવિઝન પોલીસે જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે મોરબી-2 વિસ્તારમાં આવેલા યોર એન્ટરપ્રાઇઝ/દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

પોલીસે દરોડા દરમિયાન કુલ 7 આરોપીઓને ઝડપી પાડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે આરોપીઓ પાસેથી રૂ. 45,200ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.

આરોપીઓ ના નામ
પરેશભાઈ જીવરાજભાઈ ગોધાણી, ફેનિલભાઈ અલ્પેશભાઈ ભાડેજા, જયમલભાઈ મનસુખભાઈ સોલંકી, મેહુલભાઈ રમેશભાઈ બોડા, સતિષભાઈ મુકેશભાઈ કારેણ, સંજયભાઈ મનસુખભાઈ પીપળોતર અને ચિરાગભાઈ ધીરજભાઈ કોદાવરા જુગાર રમતા ઝડપાયા હતા

સમગ્ર મામલે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular