HomeગુજરાતમોરબીRTO મોરબીનું માર્ગ સલામતી અંગે જનજાગૃતિ અભિયાન: પાંચ તાલુકામાં કાર્યક્રમો યોજાયા

RTO મોરબીનું માર્ગ સલામતી અંગે જનજાગૃતિ અભિયાન: પાંચ તાલુકામાં કાર્યક્રમો યોજાયા

મોરબી, તા. 24 સપ્ટેમ્બર 2026: પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO), મોરબી દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.


મોરબીની નવયુગ કોલેજ, ટંકારાની નાલંદા વિદ્યાલય, વાંકાનેરની દોશી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, હળવદની ડી.વી. રાવલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ તથા માળિયાની આઈ.ટી.આઈ. ખાતે યોજાયેલા કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમોમાં મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસના અધિકારીઓએ પણ હાજરી આપી હતી.


આ કાર્યક્રમ દરમિયાન RTO અધિકારી ટી.બી. મકવાણાએ વિદ્યાર્થીઓને માર્ગ સલામતીના નિયમો, ટ્રાફિક નિયમોનું પાલન તથા સુરક્ષિત વાહનવ્યવહાર અંગે માર્ગદર્શન આપ્યું હતું. એન.ટી. મેવાડા દ્વારા માર્ગ સલામતી વિષયક પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.


ARTO આર.પી. પ્રજાપતિએ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી માર્ગ સલામતી, હેલ્મેટ અને સીટબેલ્ટના ઉપયોગ તેમજ અકસ્માત નિવારણ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.


આ ઉપરાંત અકસ્માતગ્રસ્ત વ્યક્તિને સમયસર સહાય મળી રહે તે હેતુથી અમલમાં મૂકાયેલી PM RAHAT યોજના તેમજ અકસ્માત સમયે મદદરૂપ થવા માટેની Rahveer યોજના અંગે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.


કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ વધારવાનો અને ટ્રાફિક નિયમોના પાલન પ્રત્યે જવાબદારીની ભાવના કેળવવાનો હતો. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા તેમજ સમાજમાં પણ માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

Most Popular