Homeગુજરાતમોરબીજેતપરના ખેડૂત આંદોલનમાં હકની લડાઈ કે રાજકીય રોટલા શેકવાની રમત?

જેતપરના ખેડૂત આંદોલનમાં હકની લડાઈ કે રાજકીય રોટલા શેકવાની રમત?

સરકારના પરિપત્રથી મોટાભાગની માંગણીઓ સંતોષાઈ હોવાની ચર્ચા વચ્ચે વળતર લેવા ઇચ્છુક ખેડૂતોને રોકવા સામે સવાલો

જેતપર ગામે ચાલી રહેલું ખેડૂત આંદોલન હવે ખેડૂતોના હકની લડાઈ છે કે પછી કેટલાક લોકોના રાજકીય સ્વાર્થનું માધ્યમ બની રહ્યું છે? તેવા સવાલો ઉઠી રહ્યા છે. વીજ કંપની સામે ખેડૂતોના હક માટે શરૂ થયેલા આંદોલન બાદ સરકારે પરિપત્ર જાહેર કરી મોટાભાગની માંગણીઓ સ્વીકારી હોવાની ચર્ચા છે. અનેક ખેડૂતો આ નિર્ણયથી સંતુષ્ટ હોવાનું પણ સામે આવી રહ્યું છે.

પરંતુ હવે સવાલ એ છે કે જે ખેડૂતો પોતાની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વળતરની રકમ સ્વીકારી પરિવારનું ગુજરાન ચલાવવા માગે છે, તેમને રોકવાનો અધિકાર કોને?

ખેડૂત વાવણીથી લઈને પાક ઉત્પાદન સુધી દેવા અને ખર્ચના બોજ હેઠળ જીવતો હોય છે. આવા સમયે મળતી વળતરની રકમ તેના માટે માત્ર પૈસા નહીં, પરંતુ પરિવારના જીવનનિર્વાહનો આધાર હોય છે. તો પછી પોતાની જરૂરિયાત મુજબ નિર્ણય લેનારા ખેડૂતોને દબાણનો સામનો શા માટે કરવો પડે?

આંદોલનમાંથી ઉદ્ભવેલા કેટલાક આગેવાનો હવે અન્ય આંદોલનોમાં પણ સક્રિય જોવા મળી રહ્યા છે. ત્યારે આંદોલન ખેડૂતોના હિત માટે છે કે પોતાની રાજકીય ઓળખ મજબૂત કરવા માટે, તે અંગે ચર્ચા તેજ બની છે.

મોરબીના ખેડૂત આંદોલનથી રાજ્યભરના ખેડૂતોને વળતર સહિતની માંગણીઓમાં રાહત મળવાની આશા જાગી છે. ત્યારે જેતપરના આંદોલનની દિશા અંગે હવે પુનઃવિચારણા જરૂરી બની છે.

ખેડૂતના હક માટે શરૂ થયેલી લડાઈમાં જો ખેડૂતને જ પોતાની મળવાપાત્ર રકમ લેવા માટે રોકવામાં આવે, તો સવાલ સ્વાભાવિક છે કે આંદોલન ખેડૂત માટે છે કે કોઈના રાજકીય રોટલા શેકવા માટે?

કારણ કે ખેડૂતના ઘરની પરિસ્થિતિ ખેડૂત જ જાણે છે, તેના જીવનનો નિર્ણય લેવાનો અધિકાર પણ આખરે તેનો જ હોવો જોઈએ.

RELATED ARTICLES

Most Popular