Homeગુજરાતમોરબીમોરબીમાં ૪૦૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓનું ‘સરસ્વતી સન્માન સમારોહ’ યોજાયો

મોરબીમાં ૪૦૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓનું ‘સરસ્વતી સન્માન સમારોહ’ યોજાયો

વોર્ડ નં. ૬ના કોર્પોરેટર કેયુરભાઈ એન. પંડ્યાના આયોજન હેઠળ વિદ્યાર્થીઓનું સન્માન

મોરબી, તા. ૪ ઓક્ટોબર ૨૦૨૬:
મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નં. ૬ના કોર્પોરેટર તથા ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ એન. પંડ્યા દ્વારા વોર્ડના તેજસ્વી વિદ્યાર્થીઓના ઉત્સાહવર્ધન માટે ‘સરસ્વતી સન્માન સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેજીથી લઈને ધોરણ ૧થી ૧૨ સુધીના ૪૦૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

મોરબીના શનાળા મેઈન રોડ પર આવેલી સિદ્ધિવિનાયક વાડી, સત્યમ પાનવાળી શેરી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓની મહેનત અને શૈક્ષણિક સિદ્ધિને બિરદાવવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને અભ્યાસમાં સતત મહેનત, શિસ્ત અને શિક્ષણના માધ્યમથી જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપી હતી.

આ પ્રસંગે લાખાભાઈ જારીયા, પ્રદીપભાઈ વાળા, ડો. દિલીપભાઈ ભટ્ટ, ભુપતભાઈ જારીયા, બ્રિજેશભાઈ કુંભારવાડીયા, જયવંતસિંહ જાડેજા, અજયભાઈ કોટક, વિવેકભાઈ ગોલતર, ક્રિષ્નાબેન પરમાર, વિક્રમભાઈ વાંક, એન.એન. ભટ્ટ, અમૂલભાઈ જોષી, નિમેષભાઈ અંતાણી, મુકેશભાઈ પંચોલી, પી.પી. જોષી સહિતના આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

વિદ્યાર્થીઓના સન્માનના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ પણ જોડાયા હતા. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળતાં સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું.

કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ, વાલીઓ અને ઉપસ્થિત મહાનુભાવો માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી અને સૌએ સાથે મળીને અલ્પાહાર ગ્રહણ કરી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.

RELATED ARTICLES

Most Popular