Homeગુજરાતમોરબીસૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિએશનના પ્રમુખ તરીકે નવનિતભાઈ કુંડારિયાની વરણી

સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિએશનના પ્રમુખ તરીકે નવનિતભાઈ કુંડારિયાની વરણી

લજાઈના ઉમા સંસ્કાર ધામ ખાતે યોજાયેલી બેઠકમાં નવી કારોબારીની રચના, મોરબી જિલ્લા ઓઈલ મિલ એસોસિએશનના પ્રમુખ તરીકે હિતેશભાઈ ભીમાણીની નિમણૂક

મોરબી: સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિએશનની બેઠક મોરબી-રાજકોટ હાઈવે પર લજાઈ ખાતે આવેલા ઉમા સંસ્કાર ધામમાં યોજાઈ હતી. આ બેઠકમાં મોરબીના નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિએશનના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. જ્યારે હિતેશભાઈ ભીમાણીની ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન એસોસિએશનની કામગીરીને વધુ અસરકારક બનાવવા તેમજ ઓઈલ મિલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓના પ્રશ્નોને વાચા આપવા નવી કારોબારી ટીમની રચના કરવામાં આવી હતી. જેમાં મહામંત્રી, મંત્રી, ખજાનચી સહિતના હોદ્દાઓ પર વિવિધ સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી.

આ ઉપરાંત મોરબી જિલ્લા ઓઈલ મિલ એસોસિએશનના હોદ્દેદારોની પણ નિમણૂક કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે હિતેશભાઈ ભીમાણી અને ઉપપ્રમુખ તરીકે ગોપાલભાઈ નાયકપરાની વરણી કરવામાં આવી હતી. આ સાથે ખજાનચી, મંત્રી સહિતના અન્ય હોદ્દાઓ માટે પણ નિમણૂકો કરવામાં આવી હતી.

નવી કારોબારીની રચના સાથે સૌરાષ્ટ્ર અને મોરબી જિલ્લાના ઓઈલ મિલ ઉદ્યોગના સંગઠનને વધુ મજબૂત બનાવવા, ઉદ્યોગના વિકાસને વેગ આપવા તેમજ વેપારીઓને પડતા પ્રશ્નોના નિરાકરણ માટે સંકલિત પ્રયાસો કરવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.

નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિએશનના પ્રમુખ તરીકે વરણી અને હિતેશભાઈ ભીમાણી સહિતના હોદ્દેદારોની નિમણૂકને પગલે એસોસિએશનના સભ્યોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. નવી ટીમ ઉદ્યોગના હિતોનું જતન કરવા અને ઓઈલ મિલ ક્ષેત્રના પ્રશ્નોના ઉકેલ માટે સક્રિય કામગીરી કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

RELATED ARTICLES

Most Popular