Monday, February 2, 2026
Homeગુજરાત"પ્રેમ પ્રકરણની શંકા લોહિયાળ બની: મોરબીમાં એક જ પરિવારના ૩ સભ્યો પર...

“પ્રેમ પ્રકરણની શંકા લોહિયાળ બની: મોરબીમાં એક જ પરિવારના ૩ સભ્યો પર હથિયારોથી હુમલો, FIR નોંધાઈ”

મોરબીમાં પ્રેમ સંબંધની શંકાના આધારે એક પરિવાર પર જીવલેણ હુમલાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આરોપીઓએ ફરિયાદીના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી તલવાર અને ધોકા વડે હુમલો કરતા ફરિયાદીને માથામાં ગંભીર ઇજા થઇ છે, જ્યારે અન્ય સાહેદોને પણ ફ્રેક્ચર અને મુંઢ ઇજાઓ પહોંચી છે. પોલીસે આ મામલે (BNS)-૨૦૨૩ ની કલમ- ૧૧૮(૨), ૧૧૭(૨), ૧૧૮(૧), ૧૧૫(૨), ૩૫૧(૩), ૩૩૩, ૩૫૨, ૩(૫) તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક માહિતી મુજબ, ફરિયાદીના પુત્ર જયદીપને આરોપીઓની બહેન સાથે સંબંધ હોવાની શંકા રાખીને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આરોપી નંબર ૧ થી ૩ નાઓએ ફરિયાદીના ઘરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો. આરોપી નંબર ૧ નાએ ફરિયાદીના માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર તલવાર વડે ગંભીર ઘા મારી ઇજા પહોંચાડી હતી. આરોપી નંબર ૨ નાએ ધોકા વડે ફરિયાદીના ડાબા હાથમાં માર મારી ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત, સાહેદ મધુબેનને બંને હાથમાં ધોકા વડે માર મારી મુંઢ ઇજાઓ કરી હતી, અને સાહેદ દક્ષાબેનને પણ ધોકા વડે માર મારી કપાળના ભાગે ઇજા પહોંચાડી હતી.હુમલા દરમિયાન આરોપી નંબર ૧ થી ૩ નાઓએ ફરિયાદી તથા સાહેદોને ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

ઉપરોક્ત ત્રણેય આરોપીઓએ સામાન્ય ઇરાદો પાર પાડવા માટે આ ગુનાહિત કૃત્ય કર્યું હતું. વધુમાં, તેઓએ જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાનો પણ ભંગ કર્યો છે. આ ઘટનાએ વિસ્તારમાં ચકચાર જગાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular