Monday, February 2, 2026
Homeગુજરાતમાનસરની સીમમાં વાડીમાં ચાલતા જુગારધામ પર એલસીબી ના દરોડો, ૭ શખ્સો ઝડપાયા

માનસરની સીમમાં વાડીમાં ચાલતા જુગારધામ પર એલસીબી ના દરોડો, ૭ શખ્સો ઝડપાયા

મોરબી: જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ સતર્ક બની છે, ત્યારે મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડ માનસર ગામની સીમમાં એક વાડીમાં ચાલતા મોટા જુગારધામ પર દરોડો પાડી લાખોની રોકડ અને વાહનો સહિત કુલ રૂ. ૨૪,૦૬,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવતા માનસર ગામની સીમમાં, માનસરથી નારણકા જવાના જૂના કાચા માર્ગ પર મનસુખભાઈ બાબુભાઈ જીલરીયાની માલિકીની વાડી આવેલી છે. આ વાડીમાં પ્લાસ્ટિકનો તંબુ બનાવી જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે ગત રાત્રે દરોડો પાડ્યો હતો.

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી મનસુખભાઈ બહારથી અન્ય શખ્સોને બોલાવી, જુગારના સાધનો પૂરા પાડી અને બદલામાં ‘નાલ’ ઉઘરાવી જુગારધામ ચલાવતો હતા રેઈડ દરમિયાન સાત શખ્સો ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો ‘તીન પત્તી’નો જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા.

ઝડપાયેલા આરોપીઓના નામ:
૧. મનસુખભાઈ બાબુભાઈ જીલરીયા (રહે. નાની વાવડી, મોરબી) ૨. રાજેશભાઈ જીવરાજભાઈ સરડવા (રહે. મહેન્દ્રનગર, મોરબી) ૩. માનસિંગભાઈ દેવાભાઈ સોમાણી (રહે. વવાણીયા, માળીયા) ૪. ભાવેશભાઈ બાલુભાઈ સીતાપરા (રહે. મહેન્દ્રનગર, મોરબી) ૫. રાજેશભાઈ મકનભાઈ મહાલિયા (રહે. વર્ષામેડી, માળીયા) ૬. વિવેક વિનોદભાઈ ગોસ્વામી (રહે. મોટાદહીંસરા, માળીયા) ૭. નયનભાઈ પરસોત્તમભાઈ સનિયારા (રહે. મહેન્દ્રનગર, મોરબી)

કબ્જે કરેલ મુદ્દામાલ:
પોલીસે સ્થળ પરથી નીચે મુજબની મિલકત જપ્ત કરી છે:

રોકડ રકમ: રૂ. ૯,૦૬,૫૦૦/-

સ્કોર્પિયો ગાડી (નંબર: GJ 03 PA 6612): કિંમત રૂ. ૧૦,૦૦,૦૦૦/-

ટાટા પંચ કાર (નંબર: GJ 36 AL 3275): કિંમત રૂ. ૫,૦૦,૦૦૦/-

કુલ મુદ્દામાલ: રૂ. ૨૪,૦૬,૫૦૦/-

પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ ૪-૫ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular