Monday, February 2, 2026
Homeગુજરાતમોરબી મહાનગરપાલિકા હદમાં ભેળવાયેલ અમરેલી ગ્રામ પંચાયત વિસ્તારમાં રૂ. 82.59 લાખના ડામર...

મોરબી મહાનગરપાલિકા હદમાં ભેળવાયેલ અમરેલી ગ્રામ પંચાયત વિસ્તારમાં રૂ. 82.59 લાખના ડામર રોડનું કામ પૂર્ણ

મોરબી: મોરબી મહાનગરપાલિકા હદમાં ભેળવાયેલ અમરેલી ગ્રામ પંચાયત વિસ્તારમાં રૂ. 82.59 લાખના ખર્ચે ડામર રોડનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. તા. 01/01/2025ના રોજ શહેર વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઠરાવ મુજબ મોરબી નગરપાલિકા તથા તેની આસપાસની 09 ગ્રામ પંચાયતોને ભેળવી મોરબી મહાનગરપાલિકામાં રૂપાંતર કરવામાં આવ્યું છે, જેમાં અમરેલી ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે.

મોરબી મહાનગરપાલિકા દ્વારા સદર ગ્રામ પંચાયત વિસ્તારમાં સમાવિષ્ટ સ્વવિકાસ અંતર્ગત, અગાઉ ગ્રામ પંચાયતના થયેલ ઠરાવ અનુસાર કામોની તાત્કાલિક તથા વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. જેના આધારે ગ્રામ પંચાયતના સ્વવિકાસ ભંડોળમાંથી અમરેલીથી બાયપાસ સુધી ડામર રોડના કામ માટે અંદાજિત રૂ. 92.61 લાખના ખર્ચે કામ હાથ ધરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

Most Popular