Monday, February 2, 2026
Homeutarakhandપિતાને મળવા દોડેલી લાડકી, પિતાની જ ગાડી નીચે આવી ગઈ

પિતાને મળવા દોડેલી લાડકી, પિતાની જ ગાડી નીચે આવી ગઈ

ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાના ઝબરેડા વિસ્તારમાં એક એવી કરુણ ઘટના બની છે કે જે સાંભળનારના હૃદયને ઝંઝોડી નાખે છે. દિવસભર કામ કરીને ઘરે પરત ફરેલા પિતાને મળવા માટે ઉત્સાહથી દોડી આવેલી ત્રણ વર્ષની માસૂમ બાળકી એક ક્ષણમાં જ કાળનો કોળિયો બની ગઈ.

ઝબરેડાનો રહેવાસી રવિ કુમાર વ્યવસાયે લોડિંગ વાહન ચલાવે છે. સોમવારની સાંજે આશરે આઠ વાગ્યાના સમયે તેઓ પોતાનું કામ પૂરું કરીને ઘરે આવ્યા હતા. ઘરનાં આંગણામાં ગાડી પાર્ક કરતી વખતે વાહનનો અવાજ સાંભળતા જ તેમની લાડકી દીકરી નીલમ ખુશીમાં પિતાને મળવા દોડી આવી હતી. પરંતુ એ પળ જીવનની છેલ્લી પળ બની જશે તેની કલ્પના કોઈને નહોતી.

અંધારું હોવાને કારણે અને દીકરી પાછળ ઉભી રહી હોવાની જાણ ન હોવાથી, પિતાએ ગાડી રિવર્સ લીધી અને માસૂમ નીલમ ગાડીના ટાયર નીચે આવી ગઈ. બાળકીની કરુણ ચીસોથી ઘરમાં હાહાકાર મચી ગયો. પરિવારજનો દોડી આવ્યા અને તાત્કાલિક તેને હોસ્પિટલ ખસેડવામાં આવી.

પરંતુ તબીબોએ બાળકીનું મોત થઈ ચૂક્યું હોવાનું જાહેર કરતાં જ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. પોતાની જ નજર ચૂકને કારણે લાડકી દીકરી ગુમાવનાર પિતાની હાલત અસહ્ય બની ગઈ હતી. ઘરમાં જ્યાં થોડા પળ પહેલાં ખુશી હતી ત્યાં હવે માત્ર રડવાનો અવાજ અને સન્નાટો છવાઈ ગયો હતો.

ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી તપાસ હાથ ધરી હતી. ભારે ગમગીન માહોલમાં બાળકીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. રવિ કુમારને બે દીકરીઓ છે, જેમાં નીલમ સૌથી નાની અને સૌની આંખોની તારા હતી.

RELATED ARTICLES

Most Popular