Monday, March 2, 2026
Homeગુજરાતમોરબીમાં ઓવરટેક જેવી સામાન્ય બાબતમાં યુવાનની નિર્મમ હત્યા

મોરબીમાં ઓવરટેક જેવી સામાન્ય બાબતમાં યુવાનની નિર્મમ હત્યા

મોરબી: શહેરમાં ફરી એકવાર સામાન્ય બાબતે હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતમાં યુવાનની નિર્મમ હત્યા કરવામાં આવી હોવાની માહિતી મળી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, જતીન સોની નામનો યુવક પોતાના પરિવાર સાથે જઈ રહ્યો હતો, તે દરમ્યાન અજાણ્યા બે શખ્સોએ તેના પર હુમલો કર્યો હતો. હુમલો એટલો ગંભીર હતો કે યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતા જ પરિવારજનોમાં રડારોડ મચી ગયો હતો. તાત્કાલિક સ્થાનિક લોકો તેમજ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. ઇજાગ્રસ્ત યુવાનને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

ઘટનાની ગંભીરતાને પગલે ડીવાયએસપી, પીઆઈ સહિત સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી મુજબ, અજાણ્યા બે શખ્સોએ હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.

હાલમાં મૃતદેહને પીએમ (પોસ્ટમોર્ટમ) સહિતની કાનૂની કાર્યવાહી માટે મોકલી આપવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે અને આગળની તપાસ ચાલુ છે.

RELATED ARTICLES

Most Popular