Monday, March 2, 2026
Homeગુજરાતમોરબીમાં યુવકની છરીના હુમલામાં હત્યા: સોની બજાર સદંતર બંધનો એલાન

મોરબીમાં યુવકની છરીના હુમલામાં હત્યા: સોની બજાર સદંતર બંધનો એલાન

મોરબી શહેરમાં ગત રોજ ગુરૂવાર તા. ૧૯/૦૨/૨૦૨૬ના રોજ રાત્રે આશરે ૧૦:૩૦ વાગ્યાના સુમારે ગંભીર બનાવ બન્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ સોની જતિનભાઈ રસિકભાઈ આડેસરા નવા બસ સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યા હતા.આ

આ દરમિયાન ઓવરટેક કરવાની સામાન્ય બાબતે અજાણ્યા શખ્સો સાથે બોલાચાલી થઈ હતી. બોલાચાલી ઉગ્ર બનતા અજાણ્યા વ્યક્તિઓએ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા જતિનભાઈને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ દુર્ભાગ્યવશ તેમનું અવસાન થયું હતું.

આ ઘટનાથી સમગ્ર સોની સમાજ શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સોની જ્ઞાતિ ઉપર અસહ્ય આઘાતજનક બનાવ બનતા આવતીકાલે શુક્રવાર તા. ૨૦/૦૨/૨૦૨૬ના રોજ સોની બજાર સદંતર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સાથે સોની બજારના તમામ વેપારીઓને સજ્જડ બંધ પાળી વિરોધ નોંધાવવા અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular