Homeગુજરાતહળવદમાં મકાનમાં ચાલતા જુગારધામ પર રેડ, ચાર આરોપી ઝડપાયા, મુખ્ય આરોપીની શોધખોળ...

હળવદમાં મકાનમાં ચાલતા જુગારધામ પર રેડ, ચાર આરોપી ઝડપાયા, મુખ્ય આરોપીની શોધખોળ તેજ

મોરબી જિલ્લાના હળવદ શહેરમાં પોલીસને જુગારની પ્રવૃત્તિ સામે મોટી સફળતા મળી છે. શહેરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા એક મકાનમાં ધમધમતા જુગારધામ પર હળવદ પોલીસે બાતમીના આધારે અચાનક દરોડો પાડી ચાર જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા, જ્યારે જુગારધામનો મુખ્ય સૂત્રધાર પોલીસ પહોંચે તે પહેલાં જ ફરાર થઈ ગયો હતો.

દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી ₹1,51,500ની રોકડ, બે મોટરસાયકલ, ચાર મોબાઇલ ફોન તથા ગંજીપત્તા સહિત કુલ ₹2,62,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે જુગાર રમતા ચાર આરોપીઓને ઝડપી પાડી તેમની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

ઝડપાયેલા આરોપીઓમાં પ્રવીણ ઉર્ફે પીટર લીંબાભાઈ કલોતરા, બળદેવ ઘનશ્યામભાઈ ધારીયા પરમાર, ધવલ દેવશીભાઈ કલોતરા અને વાસુદેવ મોહનભાઈ એરવાડિયાનો સમાવેશ થાય છે. જ્યારે જુગારધામ ચલાવતો હોવાનું સામે આવેલ ભરત ગોકળભાઈ બાર હાલ પોલીસ પકડથી દૂર છે અને તેની શોધખોળ તેજ કરવામાં આવી છે.

આ સમગ્ર સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર, પીએસઆઈ તથા હળવદ પોલીસ સ્ટેશનના સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ફરાર આરોપીને ઝડપી લેવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

RELATED ARTICLES

Most Popular