Homeગુજરાતનાની વાવડીમાં દશામા વ્રતની ભવ્ય ઉજવણી, અંતિમ દિવસે હવનથી લઈને રાસ-ગરબા સુધીના...

નાની વાવડીમાં દશામા વ્રતની ભવ્ય ઉજવણી, અંતિમ દિવસે હવનથી લઈને રાસ-ગરબા સુધીના કાર્યક્રમો

મોરબી તાલુકાના નાની વાવડી ગામ ખાતે આગામી 12 ઓગસ્ટ, 2026 (બુધવાર)થી માતાજીના પાવન દશામા વ્રતનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ વ્રતનું સમાપન 21 ઓગસ્ટ, 2026 (શુક્રવાર)ના રોજ ધાર્મિક ભાવના અને ભક્તિમય વાતાવરણ વચ્ચે કરવામાં આવશે.
વ્રતની પૂર્ણાહુતિના પાવન અવસરે સવારે વૈદિક મંત્રોચ્ચાર સાથે હવન-પૂજન, બપોરે સર્વ ભક્તો માટે મહાપ્રસાદ તેમજ રાત્રે જાગરણ નિમિત્તે ભવ્ય રાસ-ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
દશામાં ગોપી મંડળ તથા દશામાં મિત્ર મંડળ, નાની વાવડી દ્વારા તમામ ધર્મપ્રેમી ભક્તજનોને આ પવિત્ર ધાર્મિક પ્રસંગે પરિવાર સહિત ઉપસ્થિત રહી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા તેમજ રાત્રે યોજાનાર ભવ્ય રાસ-ગરબામાં સહભાગી બનવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ આયોજનમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી ધાર્મિક લાભ લે તેવી આયોજકો દ્વારા ભાવભીની અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular