Homeગુજરાતજૂના ઘાટીલા હાઈસ્કૂલ ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

જૂના ઘાટીલા હાઈસ્કૂલ ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

રાષ્ટ્રધ્વજ લહેરાવી દેશભક્તિના માહોલમાં ઉજવણી, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન

જૂના ઘાટીલા હાઈસ્કૂલ ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રધ્વજ લહેરાવી રાષ્ટ્રગાન સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ અને ઉપસ્થિતોમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.

આ પ્રસંગે ધોરણ ૩થી ૧૦માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાંથી શૈક્ષણિક ક્ષેત્રે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જૂના ઘાટીલા ગામના સરપંચશ્રી હેતલબેન ઉમેશભાઈ જાકાસણીયા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ તેમજ શૈક્ષણિક કીટ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

વિદ્યાર્થીઓની મહેનત અને શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવતા સરપંચશ્રીએ અભ્યાસમાં સતત પ્રગતિ કરી ગામનું નામ રોશન કરવા માટે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને સફળ બનાવી હતી.

RELATED ARTICLES

Most Popular