Homeગુજરાતધર્મજીવન કોટનની ઓફિસ બની જુગારનો અખાડો! તીનપત્તી રમતા 19 ઝડપાયા

ધર્મજીવન કોટનની ઓફિસ બની જુગારનો અખાડો! તીનપત્તી રમતા 19 ઝડપાયા

ટંકારા: ટંકારા-લતીપર રોડ પર આવેલા ધર્મજીવન જીનના કારખાનાની ઓફિસમાં ચાલતા જુગારધામ પર ટંકારા પોલીસે દરોડો પાડી કુલ 19 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસની કાર્યવાહી દરમિયાન રોકડ રૂપિયા 1.30 લાખ તથા 24 મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 3.10 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.ટંકારા પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, કલ્યાણપર ગામના અક્ષયભાઈ રસિકભાઈ ગજેરા પોતાની કબજા ભોગવટાની ઓફિસમાં બહારથી લોકોને બોલાવી તીનપત્તીનો જુગાર રમાડે છે. તેમજ જુગાર રમવા માટે સાધન-સગવડ પૂરી પાડી તેના બદલામાં નાલ ઉઘરાવી પોતાના અંગત ફાયદા માટે જુગારનો અખાડો ચલાવે છે.આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા અક્ષયભાઈ ગજેરા સહિત કુલ 19 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રૂ. 1,30,000 અને રૂ. 1,80,000ની કિંમતના 24 મોબાઇલ ફોન મળી કુલ રૂ. 3,10,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો.પોલીસે તમામ 19 આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ 4 અને 5 મુજબ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular