Homeગુજરાતમોરબી મહાનગરપાલિકાના વોર્ડ નં. 9માં સફાઈ કર્મચારી બહેનો સાથે રક્ષાબંધનની ઉજવણી

મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નં. 9માં સફાઈ કર્મચારી બહેનો સાથે રક્ષાબંધનની ઉજવણી

સફાઈ કર્મચારીઓ પણ ખરા અર્થમાં શહેરના ‘રક્ષક’: નવનિતભાઈ કુંડારીયા

મોરબી: રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર-9માં સફાઈ કર્મચારી બહેનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સામાજિક સમરસતા, આદર અને કૃતજ્ઞતાની ભાવના વ્યક્ત કરી સફાઈ કર્મચારી બહેનોના આશીર્વાદ લેવામાં આવ્યા હતા.
આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય મોરબી શહેરને સ્વચ્છ રાખવા માટે દિવસ-રાત મહેનત કરતા સફાઈ કર્મચારીઓના કાર્યની સરાહના કરવાનો હતો. સફાઈ કર્મચારીઓ સતત શહેરની સ્વચ્છતા જાળવીને લોકોના આરોગ્ય અને રોગચાળા સામે રક્ષણ આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
આ પ્રસંગે ડ્રેનેજ સમિતિના ચેરમેન નવનિતભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું કે, “સફાઈ કર્મચારીઓ આપણા શહેરને સ્વચ્છ રાખીને રોગચાળા સામે આપણું રક્ષણ કરે છે. તેથી ખરા અર્થમાં તેઓ પણ આપણા રક્ષક છે.”
તેમણે વધુમાં જણાવ્યું કે રક્ષાબંધનની આ ઉજવણી માત્ર એક તહેવાર પૂરતી સીમિત ન રહે, પરંતુ સફાઈ કર્મચારીઓ પ્રત્યે હંમેશા માનવતા, માન-સન્માન અને કૃતજ્ઞતાની લાગણી જળવાઈ રહે તેવો સંદેશ આપે છે. ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવનાને સાકાર કરતી આ ઉજવણીમાં સૌને સાથે લઈને સામાજિક સમરસતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Most Popular