હળવદમાં જાહેરમાં જુગાર રમતા 6 ઝડપાયા, રૂ.14,550નો મુદ્દામાલ કબજે
હળવદ: હળવદ તાલુકાના જુના ધનાળા ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સોને હળવદ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસને મળેલી બાતમીના આધારે સવેલન્સ સ્ટાફ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી રોકડ રૂ.14,550નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા આરોપીઓમાં અશોકભાઈ વૈષ્ણવ, લલીતભાઈ ઠાકર, સંજયભાઈ રંગપરા, કરશનભાઈ સોનાગ્રા, નીરવભાઈ ચૌહાણ અને દિનેશભાઈ ઝીંઝવાડિયાનો સમાવેશ થાય છે.
સમગ્ર મામલે હળવદ પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી અને કાર્યવાહી હાથ ધરી છે
