મોરબી: ઉદ્યોગ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ અને સેવાભાવી વ્યક્તિત્વ ધરાવતા શ્રી ગ્રુપ ઓફ રાફાળેશ્વરના માલિક અંતિમસિંહ જાડેજા (બેલા)નો આજે જન્મદિવસ છે. જન્મદિવસ નિમિત્તે પરિવારજનો, મિત્રો, શુભેચ્છકો તેમજ વિવિધ ક્ષેત્રના લોકો દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
અંતિમસિંહ જાડેજા ઉદ્યોગપતિ તરીકેની ઓળખ સાથે સમાજના વિવિધ વર્ગના લોકો સાથે સતત જોડાયેલા રહેવા માટે પણ જાણીતા છે. કોઈપણ વ્યક્તિ મુશ્કેલીમાં હોય ત્યારે તેની પડખે ઊભા રહેવાની તેમની કાર્યશૈલીને કારણે તેઓ પોતાના આગવા વ્યક્તિત્વ માટે ઓળખાય છે.
કોરોના મહામારીના મુશ્કેલ સમયગાળા દરમિયાન પણ તેમણે ગ્રામ્ય વિસ્તારો સુધી લોકો માટે ભોજન પહોંચાડવા સહિતની સેવાકીય પ્રવૃત્તિઓમાં સહભાગી બની જરૂરિયાતમંદોને મદદ કરી હતી.
સમાજમાં અસામાજિક તત્વો દ્વારા ઊભી થતી મુશ્કેલીઓ સામે પણ અડીખમ રહીને સમાજના વિવિધ વર્ગના લોકોને મદદરૂપ થવાના તેમના પ્રયાસોની ચર્ચા થતી રહી છે. ઉદ્યોગ ક્ષેત્રની સાથે સામાજિક જવાબદારી નિભાવવાના અભિગમને કારણે અંતિમસિંહ જાડેજાએ આગવી ઓળખ ઊભી કરી છે.
આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના શુભેચ્છકો દ્વારા તેમને સ્વસ્થ, સુખી અને સફળ જીવન માટે હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.
