Homeગુજરાતમોરબીમોરબી પોલીસમાં PSI અરુણ મિશ્રાના સરકારી અતિથિગૃહમાં રોકાણનો વિવાદ!

મોરબી પોલીસમાં PSI અરુણ મિશ્રાના સરકારી અતિથિગૃહમાં રોકાણનો વિવાદ!

ફિલ્મોમાં કિરદાર ભજવતા PSI અરુણ મિશ્રા સામે સરકારી રૂમ ખાલી નહીં કરવાનો આક્ષેપ! પોલીસ અધિક્ષકની સૂચના છતાં રૂમ ખાલી ન થતાં પોલીસ તંત્રની શિસ્ત સામે સવાલો

PSI સાહેબને સરકારી નિયમો લાગુ પડે છે કે નહીં? વારંવારની સૂચના છતાં અતિથિગૃહ ખાલી ન થતું હોવાની લેખિત રજૂઆત, હવે જિલ્લા પોલીસ વડા શું પગલાં લેશે?

મોરબી પોલીસ તંત્રમાં સરકારી અતિથિગૃહના રૂમને લઈને એક નવો વિવાદ સામે આવ્યો છે. મોરબીમાં PSI તરીકે ફરજ બજાવતા અરુણ મિશ્રા સામે બદલી અને રોકાણની સમયમર્યાદા સંબંધિત સૂચનાઓ છતાં સરકારી અતિથિગૃહનો રૂમ ખાલી ન કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એકાદ-બે ભૂમિકાઓ ભજવી ચૂકેલા PSI અરુણ મિશ્રાના સરકારી અતિથિગૃહમાં રોકાણને લઈને હવે પોલીસ તંત્રમાં જ સવાલો ઊભા થયા છે. પોલીસ અધિક્ષકની સૂચના હોવા છતાં રૂમ ખાલી ન થતો હોવાની રજૂઆત સામે આવતાં સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.

PSI સાહેબ માટે નિયમો અલગ છે કે શું?

સામાન્ય કર્મચારી હોય કે પોલીસ અધિકારી, સરકારી મિલકતનો ઉપયોગ નિયત નિયમો અને મંજૂરી મુજબ જ કરવાનો હોય છે. ત્યારે PSI અરુણ મિશ્રા સામે વારંવાર સૂચના આપવા છતાં રૂમ ખાલી ન કરવાનો આક્ષેપ ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.

જો પોલીસ અધિક્ષક કચેરી તરફથી રૂમ ખાલી કરવા સૂચના આપવામાં આવી હોય તો તેનો અમલ કેમ થયો નથી? શું એક PSI સરકારી તંત્રની સૂચનાને અવગણી શકે? કે પછી સરકારી અતિથિગૃહમાં રોકાણ માટેના નિયમો માત્ર સામાન્ય કર્મચારીઓ પૂરતા જ મર્યાદિત છે?

ફિલ્મી કિરદારની અસર સરકારી ફરજમાં પણ?

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કિરદાર ભજવવાનો શોખ અને સરકારી પોલીસ સેવાની જવાબદારી બંને અલગ બાબતો છે. પરંતુ PSI અરુણ મિશ્રાના કિસ્સામાં ફિલ્મી ઓળખ અને સરકારી પદને લઈને ચર્ચા વચ્ચે હવે સવાલ થઈ રહ્યો છે કે શું સરકારી હોદ્દાની જવાબદારી કરતાં વ્યક્તિગત વર્ચસ્વને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે?

પોલીસ વિભાગમાં શિસ્ત અને આદેશનું પાલન પાયાની બાબતો છે. ત્યારે ઉચ્ચ અધિકારીની સૂચના છતાં સરકારી રૂમ ખાલી ન થતો હોવાના આક્ષેપો પોલીસ તંત્રની આંતરિક શિસ્ત સામે પ્રશ્નાર્થ ઊભો કરે છે.

જિલ્લા પોલીસ વડા સામે હવે કસોટી!

આ સમગ્ર મામલે હવે મોરબી જિલ્લા પોલીસ વડાની ભૂમિકા મહત્વપૂર્ણ બની છે.

  • શું PSI અરુણ મિશ્રાને રૂમ ખાલી કરવા અંતિમ સૂચના આપવામાં આવશે?
  • વારંવારની સૂચનાઓ છતાં રૂમ ખાલી ન થયો હોય તો જવાબદારી કોની?
  • શું સરકારી અતિથિગૃહના નિયમોનો ભંગ થયો છે તેની તપાસ થશે?
  • શું પોલીસ અધિક્ષક પોતાના જ આદેશનું પાલન કરાવી શકશે?
  • શું આ મામલે PSI સામે વિભાગીય કાર્યવાહી કરવામાં આવશે? પોલીસ તંત્રમાં શિસ્ત કોના માટે?

એક સામાન્ય નાગરિક કે કર્મચારી સરકારી નિયમોનું ઉલ્લંઘન કરે તો કાર્યવાહી થતી હોય છે. ત્યારે પોલીસ વિભાગના જ એક PSI સામે સરકારી રૂમ ખાલી ન કરવાનો આક્ષેપ થાય ત્યારે તંત્ર શું વલણ અપનાવે છે તે જોવાનું રહેશે.

સરકારી ખુરશી કોઈને કાયદાથી ઉપર નથી કરતી અને પોલીસની વર્દી નિયમોથી મુક્તિ આપતી નથી.

હવે જોવાનું એ રહેશે કે મોરબી જિલ્લા પોલીસ વડા આ મામલે માત્ર સૂચનાઓ આપીને સંતોષ માનશે કે સરકારી અતિથિગૃહના રૂમ ખાલી કરાવવા અને નિયમોનું પાલન કરાવવા નક્કર પગલાં લેશે.

RELATED ARTICLES

Most Popular