રાજમાતા વિજય કુંવરબા સાહેબના નિધન વચ્ચે ભાજપના કાર્યક્રમો અને સોશિયલ મીડિયા પોસ્ટ્સ ચર્ચામાં
મોરબી: મોરબી રાજવી પરિવારનાં રાજમાતા વિજય કુંવરબા સાહેબનું 97 વર્ષની વયે નિધન થતાં સમગ્ર મોરબીમાં શોકની લાગણી વ્યાપી છે. મુંબઈથી ચાર્ટર પ્લેન મારફતે તેમના પાર્થિવ દેહને મોરબી લાવવામાં આવ્યો છે. નિધનના પગલે અનેક કાર્યક્રમો રદ થઈ રહ્યા છે, જ્યારે કેટલાક નેતાઓએ પોતાના કાર્યક્રમો મોકૂફ રાખ્યા છે.
આવા શોકમય માહોલમાં શહેર ભાજપ અને જિલ્લા ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે અને તેની સોશિયલ મીડિયા પર પોસ્ટ્સ પણ કરવામાં આવી રહી છે. એક તરફ અન્ય નેતાઓ કાર્યક્રમો મોકૂફ રાખી રહ્યા છે, ત્યારે ભાજપના કાર્યક્રમો યથાવત્ રહેતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા ઊઠી છે. શોકના આ સમયમાં ભાજપ દ્વારા પણ સંવેદનશીલ અભિગમ અપનાવવો જોઈએ કે કેમ, તેવો સવાલ ચર્ચાઈ રહ્યો છે.
