Homeગુજરાતસુરેન્દ્રનગરમાં રોગચાળાનો કહેર! 3 કલાકમાં 850થી વધુ દર્દીઓ હોસ્પિટલમાં દોડી આવ્યા

સુરેન્દ્રનગરમાં રોગચાળાનો કહેર! 3 કલાકમાં 850થી વધુ દર્દીઓ હોસ્પિટલમાં દોડી આવ્યા

સુરેન્દ્રનગર: શહેરમાં હાલ રોગચાળાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના કેસોમાં વધારો થતાં લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં માત્ર 3 કલાકના સમયગાળામાં 850થી વધુ દર્દીઓની OPD નોંધાતા હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી હતી. મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે હોસ્પિટલ પહોંચતા હોસ્પિટલ તંત્ર પણ સતર્ક બન્યું છે.

શહેરમાં ડેંગ્યુ, મેલેરિયા, કોલેરા અને ડાયેરિયા જેવા રોગોના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો હોવાના કારણે મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું હોવાની સ્થિતિ સર્જાઈ છે.

દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા તમામ આવનાર દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં દર્દીઓની ભીડ વચ્ચે તબીબો અને સ્ટાફ દ્વારા સારવારની કામગીરી સતત ચાલુ રાખવામાં આવી છે.રોગચાળાની સ્થિતિને પગલે તંત્ર દ્વારા સ્વચ્છતા, પીવાના પાણીની ગુણવત્તા અને મચ્છરોના ઉપદ્રવને નિયંત્રિત કરવા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે.

સુરેન્દ્રનગરમાં એકસાથે વધેલા દર્દીઓના ધસારાને પગલે આરોગ્ય તંત્ર સામે પણ મોટો પડકાર ઊભો થયો છે.

RELATED ARTICLES

Most Popular