સંગઠનને વધુ મજબૂત બનાવવાની જવાબદારી મળતા શુભેચ્છાઓનો વરસાદ
ગુજરાત પ્રદેશમાં મિશન ન્યૂ ઇન્ડિયા સંગઠન દ્વારા શ્રી ધ્રુવકુમાર ભુપતભાઈ જારિયાને ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. તેમની આ નિમણૂકને પગલે શુભેચ્છકો અને સંગઠનના કાર્યકરોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
ધ્રુવકુમાર જારિયાની નેતૃત્વ ક્ષમતા, સમર્પણ અને સંગઠન પ્રત્યેની નિષ્ઠાને ધ્યાનમાં રાખીને તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હોવાનું માનવામાં આવે છે.
તેમની નિમણૂક બદલ હૃદયપૂર્વક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. સાથે જ તેમના નેતૃત્વ હેઠળ મિશન ન્યૂ ઇન્ડિયા ગુજરાત પ્રદેશ વધુ મજબૂત બને અને સંગઠનનો વ્યાપ વધુ વિસ્તરે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી છે. 💐
