Homeગુજરાતગુજરાતમાં વહીવટી તંત્રની સર્જરી! 144 અધિકારીઓની બદલી, મોરબીમાં 4 મોટા ફેરફાર

ગુજરાતમાં વહીવટી તંત્રની સર્જરી! 144 અધિકારીઓની બદલી, મોરબીમાં 4 મોટા ફેરફાર

: ગુજરાતના વહીવટી તંત્રમાં રાજ્ય સરકારે મોટો ફેરફાર કર્યો છે. મહેસૂલ વિભાગ દ્વારા ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ), વર્ગ-1 સંવર્ગમાં ફરજ બજાવતા કુલ 144 અધિકારીઓની બદલી અને નવી જગ્યાએ નિમણૂક કરવામાં આવી છે. આ તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી નવી જવાબદારી સોંપવામાં આવી છે.આ વ્યાપક બદલીમાં વિવિધ જિલ્લાઓના પ્રાંત અધિકારીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ, ડેપ્યુટી કલેક્ટર, જિલ્લા પુરવઠા અધિકારી સહિતના અધિકારીઓની જવાબદારીઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે.મોરબી માટે મહત્વની બદલી144 અધિકારીઓની યાદીમાં મોરબી જિલ્લાને લગતી ચાર મહત્વની બદલી સામે આવી છે.B.H. ઝાલા – અગાઉ મુન્દ્રા, કચ્છના પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. હવે તેમની નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મોરબી તરીકે નિમણૂક કરવામાં આવી છે.બ્રિજેશ એ. કાલરિયા – અગાઉ જામનગર (ગ્રામ્ય)ના પ્રાંત અધિકારી હતા. હવે તેમને નાયબ મ્યુનિસિપલ કમિશનર, મોરબી મહાનગરપાલિકાની જવાબદારી સોંપવામાં આવી છે.શૈલેશ સી. ભટ્ટ – અગાઉ નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મોરબી તરીકે ફરજ બજાવતા હતા. હવે તેમની નાયબ જિલ્લા વિકાસ અધિકારી, કચ્છ તરીકે બદલી કરાઈ છે.પૃથ્વીરાજસિંહ એ. ગોહિલ – અગાઉ દેવભૂમિ દ્વારકા ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. હવે તેમની પ્રાંત અધિકારી, વાંકાનેર, જિલ્લા મોરબી તરીકે નિમણૂક કરવામાં આવી છે.મોરબીના વહીવટી તંત્રમાં નવા ચહેરાઆ બદલીના કારણે મોરબી જિલ્લામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને વાંકાનેર પ્રાંત અધિકારી જેવા મહત્વના હોદ્દાઓ પર નવા અધિકારીઓ આવશે. સાથે જ મોરબી મહાનગરપાલિકામાં પણ નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે નવી નિમણૂક થતાં સ્થાનિક વહીવટમાં ફેરફાર જોવા મળશે.સરકારના હુકમમાં કેટલીક અગાઉની બદલી અંગેના આદેશોમાં ફેરફાર તથા એક અધિકારીની અગાઉની બદલીનો હુકમ રદ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી છે.144 અધિકારીઓની આ સામૂહિક બદલીને પગલે રાજ્યના વહીવટી તંત્રમાં મોટા પાયે જવાબદારીઓ બદલાઈ છે, ત્યારે મોરબી જિલ્લામાં થયેલી આ મહત્વની નિમણૂકો પર સૌની નજર રહેશે.

RELATED ARTICLES

Most Popular