બનાસકાંઠા: પાલનપુરમાં ખાદ્ય વિભાગ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં 698 કિલો જેટલી શંકાસ્પદ લાલ ચટણીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા જથ્થાની કિંમત રૂ.20 હજારથી વધુ હોવાનું જાણવા મળ્યું છે.
પાલનપુર રેલવે સ્ટેશન પર આવેલી એક દુકાનમાંથી લેબલ વગરનો ખાદ્ય પદાર્થ મળી આવતા ખાદ્ય વિભાગે કાર્યવાહી કરી હતી. દુકાનદાર દ્વારા લેબલ વગરની બરણીઓમાં લાલ ચટણીનું વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું.
ખાદ્ય વિભાગની ટીમે સમગ્ર જથ્થો કબજે કરી ચટણીના સેમ્પલ લઈ તપાસ માટે મોકલ્યા છે. સેમ્પલના રિપોર્ટ બાદ ચટણીની ગુણવત્તા અને સલામતી અંગે વધુ કાર્યવાહી કરવામાં આવશે.
લેબલ વગરના ખાદ્ય પદાર્થોના વેચાણ સામે ખાદ્ય વિભાગની આ કાર્યવાહીને પગલે અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.
