Homeગુજરાતનિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા મોરબીમાં કવિ સંમેલન તથા કાવ્યલેખન...

નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા મોરબીમાં કવિ સંમેલન તથા કાવ્યલેખન સ્પર્ધાનું ભવ્ય આયોજન

મોરબી: સાહિત્ય અને કળાના વારસાને વધુ સમૃદ્ધ બનાવવા તથા સ્થાનિક પ્રતિભાઓને મંચ પૂરો પાડવાના શુભ હેતુથી, નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર ના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ ૨૨/૦૮/૨૦૨૬ ના રોજ મોરબી ખાતે એક ભવ્ય ‘કવિ સંમેલન’ નું આયોજન થવા જઈ રહ્યું છે.

​આ સાહિત્યિક મહોત્સવ અંતર્ગત મોરબીવાસીઓમાં છુપાયેલી સર્જનાત્મકતાને બહાર લાવવા માટે એક વિશેષ ‘કાવ્યલેખન સ્પર્ધા’ નું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા અંગેની મહત્વની વિગતો નીચે મુજબ છે:

​કોણ ભાગ લઈ શકશે: મોરબીના તમામ સાહિત્યપ્રેમી નાગરિકો.

​નિયમ: સ્પર્ધકે માત્ર પોતાનું સ્વરચિત અને મૌલિક સર્જન (કોપી કર્યા વગરની કવિતા) જ મોકલવાનું રહેશે.

​છેલ્લી તારીખ: કવિતા તારીખ ૨૧/૦૮/૨૦૨૬ સુધીમાં સબમિટ કરવાની રહેશે.

​ક્યાં મોકલવી: સ્પર્ધકોએ પોતાની કૃતિઓ આયોજકો દ્વારા જાહેર કરવામાં આવેલ ગૂગલ લિંક (Google Form) મારફતે ઓનલાઈન સબમિટ કરવાની રહેશે.

​વિજેતાઓને સન્માન:
નિર્ણાયકો દ્વારા તમામ કૃતિઓનું મૂલ્યાંકન કરી તેમાંથી ઉત્કૃષ્ટ રચનાઓ આપનાર પ્રથમ ૩ વિજેતાઓ ની પસંદગી કરવામાં આવશે. આ ત્રણેય વિજેતાઓને ૨૨મી ઓગસ્ટે યોજાનાર કવિ સંમેલનના કાર્યક્રમ સ્થળ પર સન્માનિત કરવામાં આવશે. તેમજ તેઓ પોતાની રચના નું પઠન પણ સ્ટેજ પરથી કરી શકશે

​મોરબીની જનતા, સાહિત્યરસિકો અને ઉગતા કવિઓને આ કાવ્યલેખન સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લેવા અને કવિ સંમેલનમાં પધારી કાર્યક્રમની શોભા વધારવા માટે નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા હાર્દિક અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular