Monday, February 2, 2026
Homemumbaiકોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગૃહ મંત્રી શિવરાજ પાટીલનું નિધન

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગૃહ મંત્રી શિવરાજ પાટીલનું નિધન

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહ મંત્રી શિવરાજ પાટીલનું આજે લાતુરમાં 90 વર્ષની વયે નિધન થયું છે શિવરાજ પાટીલે સવારે લગભગ 6.30 વાગ્યે લાતુર સ્થિત તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા જ્યાં તેઓ લાંબી બીમારીના કારણે ઘરે દેખરેખ હેઠળ હતા તેમના લાંબા રાજકીય કારકિર્દી દરમિયાન શિવરાજ પાટીલે લોકસભાના સ્પીકર અને કેન્દ્રીય મંત્રી મંડળ માં અનેક મહત્વપૂર્ણ પદોને સંભાળ્યા હતા

1980 માં તેઓ પ્રથમ વખત લાતુર લોકસભા બેઠક પરથી સંસદ સભ્ય બન્યા હતા અને ત્યારબાદ તે જ બેઠક પરથી સતત સાત ટર્મ સુધી જીતતા આવ્યા હતા આજ કારણે તેઓ મહારાષ્ટ્રના સૌથી પ્રભાવશાળી નેતાઓમાં સ્થાન પામી રહ્યા છે ઇન્દિરા ગાંધી ની સરકારમાં તેમણે સંરક્ષણ, વાણિજ્ય, વિજ્ઞાન અને ટેકનોલોજી, પરમાણુ ઉર્જા, ઇલેક્ટ્રોનિક્સ અને અવકાશ જેવા મહત્વપૂર્ણ વિભાગોમાં રાજ્યમંત્રી ની જવાબદારી સંભાળી હતી

શિવરાજ પાટીલ 12 ઓક્ટોબર 1935 ના રોજ લાતુર જિલ્લાના ચાકુરમાં જન્મેલા અને શિક્ષણ પૂરું કર્યા પછી તેમણે પહેલા આયુર્વેદનો અભ્યાસ કર્યો અને પછી મુંબઈ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કર્યો તેમની રાજકીય સફર ૧૯૬૭માં શરૂ થઈ હતી જ્યારે તેઓ લાતુ મ્યુનિસિપલ કોર્પોરેશન માં જોડાયા હતા આ શરૂઆતે લાંબા રાજકીય કારકિર્દીનો પાયો નાખ્યો હતો

RELATED ARTICLES

Most Popular