Saturday, March 28, 2026
Homeગુજરાતમોરબીમાં 'વિકાસ' કે 'વિનાશ'ની તૈયારી? ભૂકંપના જોખમ વચ્ચે ભાજપ-કોંગ્રેસની 'જોખમી' જુગલબંદી!

મોરબીમાં ‘વિકાસ’ કે ‘વિનાશ’ની તૈયારી? ભૂકંપના જોખમ વચ્ચે ભાજપ-કોંગ્રેસની ‘જોખમી’ જુગલબંદી!

ભૂકંપ ઝોન-4ની અવગણના: શું મોરબીમાં ફરી કોઈ હોનારતને આમંત્રણ અપાઈ રહ્યું છે?

રાજકીય રોટલા શેકવા નિયમોની હોળી! મોરબીમાં બાંધકામ મંજૂરી મામલે વિપક્ષ અને સત્તાધારી પક્ષ એકમતે ‘જોખમ’ પર મહોર મારી.

મોરબીમાં મસમોટું જોખમ: ભૂકંપના નિયમો નેવે મૂકી બાંધકામને છૂટ!

ગઠબંધન ‘વિકાસ’ માટે કે ‘વિનાશ’ માટે? મોરબી પંચાયતના નિર્ણયથી ફફડાટ.

નિયમો રદ, જોખમ અકબંધ: મોરબીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ‘સેટિંગ’ કે જનતા સાથે દગો?

2001ની હોનારત ભૂલી ગયા? ભૂકંપ ઝોન-4માં કડક નિયમો હટાવવાની જીદ કેમ?

જ્યાં જનતાના જીવની વાત આવી ત્યાં ભાજપ-કોંગ્રેસ એક! મોરબી પંચાયતનો વિવાદાસ્પદ નિર્ણય.

વિકાસની આડમાં મોરબીના સુરક્ષા કવચ સાથે છેડા: કોના ઈશારે નિયમોમાં અપાઈ ઢીલ?

મોરબી, જે શહેર ભૂકંપના ભયાનક ભૂતકાળને જોઈ ચૂક્યું છે, જે શહેર આજે પણ ‘ભૂકંપ ઝોન-4’ માં આવે છે, ત્યાં જનતાના જીવ સાથે જોખમી રમત રમાઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મોરબી જિલ્લા પંચાયતમાં વિકાસના નામે બાંધકામ મંજૂરીના કડક નિયમો રદ કરવા માટે સત્તાધારી પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ એકમત થઈ ગયા છે. શું આ વિકાસ છે કે વિનાશને આમંત્રણ?

મોરબી જિલ્લામાં બાંધકામ મંજૂરી માટે અત્યાર સુધી ‘ભૂકંપ ઝોન-4’ ના કડક નિયમોનું પાલન થતું હતું. બિલ્ડરો અને ડેવલપર્સ માટે આ નિયમો કડક હતા, પરંતુ જનતાની સુરક્ષા માટે અનિવાર્ય હતા. જોકે, તાજેતરમાં મળેલી જિલ્લા પંચાયતની બેઠકમાં આશ્ચર્યજનક રીતે આ કડક નિયમોને રદ કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. નવાઈની વાત એ છે કે, જે મુદ્દે સામાન્ય રીતે ભાજપ અને કોંગ્રેસ સામસામે હોય છે, ત્યાં અહીં બંને પક્ષોએ એકસૂરે આ નિયમો હટાવવાની તરફેણ કરી છે.

સુરક્ષા સાથે છેડા: ભૂકંપ ઝોન-4 માં આવતા વિસ્તારમાં સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીના નિયમો હળવા કરવા કેટલા યોગ્ય?

રાજકીય ગઠબંધન: શું બિલ્ડર લોબીના દબાણ હેઠળ ભાજપ અને કોંગ્રેસે હાથ મિલાવ્યા છે?

ભૂતકાળની વિસરાતી યાદો: શું નેતાઓ 2001ની એ કાળઝાળ હોનારત ભૂલી ગયા છે જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા?

મોરબીમાં બાંધકામ ક્ષેત્રે તેજી લાવવાના બહાને નિયમોમાં જે ઢીલ આપવામાં આવી રહી છે, તે ભવિષ્યમાં ભારે પડી શકે છે. જ્યારે કુદરતી આપત્તિ આવે છે ત્યારે તે પક્ષ કે રાજકારણ જોતી નથી. હવે જોવાનું એ રહે છે કે આ ઠરાવને ડીડીઓ ને યોગ્ય ન લાગે તો વિકાસ કમિશ્નર પાસે વિચારણા માટે મોકલી શકે છે હવે ડીડીઓ આ બાબતે શું નિર્ણય લેશે તે ત્તેમના વિવેકાધીન ને આધારે ખ્યાલ આવશે કે પછી મોરબીની જનતાની સુરક્ષાને ધ્યાને રાખીને તેને અટકાવવામાં આવે છે.

નિયમોમાં ‘ઢીલ’ પાછળ કોનું હિત?
પૂર્વ DDO જે. એસ. પ્રજાપતિ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં થતા બાંધકામોમાં શિસ્ત અને ગુણવત્તા જળવાય તે હેતુથી એક પરિપત્ર અમલમાં મૂકવામાં આવ્યો હતો. જે મુજબ, કોઈપણ બાંધકામની મંજૂરી આપતા પહેલા તાલુકા પંચાયતના S.O. (સેક્શન ઓફિસર) પાસે પ્લાન અને એસ્ટિમેટ મંજૂર કરાવવા ફરજિયાત હતા. આ નિયમનો હેતુ એ હતો કે ટેકનિકલ ચકાસણી વગર ગમે તેમ બાંધકામો ન થાય.

RELATED ARTICLES

Most Popular