Monday, February 2, 2026
Homeગુજરાતડી. બાબુલાલ આંગડીયા પેઢીના સંચાલકો સામે ₹46.90 લાખની છેતરપિંડીની ફરિયાદ

ડી. બાબુલાલ આંગડીયા પેઢીના સંચાલકો સામે ₹46.90 લાખની છેતરપિંડીની ફરિયાદ

મોરબી શહેરના ધરતી ટાવરમાં આવેલી જાણીતી ‘ડી. બાબુલાલ આંગડીયા પેઢી’ના સંચાલકો સામે રૂપિયા 46.90 લાખની ઉચાપત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા ફરિયાદી અને સાહેદના લાખો રૂપિયા જમા કરાવ્યા બાદ પરત ન આપી વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

ફરિયાદીના ટ્રાન્સપોર્ટ ભાડાના કુલ ₹24,96,850 અલગ-અલગ સમયે ડી. બાબુલાલ આંગડીયા પેઢીમાં જમા કરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, અન્ય એક સાક્ષી સુનીલભાઈ ઠક્કરના પણ ₹21,93,850 આ જ પેઢીમાં જમા હતા. આમ, કુલ ₹46,90,700 જેટલી માતબર રકમ આંગડીયા પેઢીના વહીવટકર્તા પાસે જમા હતી.આરોપી-૧: પેઢીનો વહીવટ સંભાળતા આ શખ્સે ફરિયાદી અને સાક્ષી દ્વારા અવારનવાર ઉઘરાણી કરવા છતાં નાણાં પરત કર્યા નહોતા.આરોપી-૨: જ્યારે ફરિયાદીએ પેઢીના મુખ્ય જવાબદાર (આરોપી નંબર ૨) ને જાણ કરી, ત્યારે તેમણે “તમારા રૂપિયા ગમે તે રીતે હું આપી દઈશ, મારી પેઢી પર વિશ્વાસ રાખો” તેમ કહી ખોટો વિશ્વાસ આપ્યો હતો.લાંબો સમય વીતી જવા છતાં અને વારંવારના વાયદાઓ છતાં નાણાં પરત ન મળતા, અંતે ફરિયાદીએ પોલીસનો આશરો લીધો છે. બંને આરોપીઓએ પરસ્પર મિલીભગત કરી નાણાં ઓળવી જઈ છેતરપિંડી આચરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

મોરબી પોલીસે આ મામલે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની નીચે મુજબની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે જેમાં BNS કલમ-316(5), BNS કલમ-318(4) અને BNS કલમ-54 સહિત ની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Most Popular