રાજકોટ વિભાગની BMS (ભારતીય મજદૂર સંઘ) સંગઠનની યોજાયેલ સાધારણ સભામાં સંગઠનના અનુભવી વ્યક્તિ ડી. એન. ઝાલાને સર્વસંમતિથી સતત 17મી વખત બિનહરીફ પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
સભામાં હાજર તમામ સભ્યો દ્વારા ડી એન ઝાલા ના સંગઠન પ્રત્યેના અવિરત યોગદાન, શ્રમિક હિત માટેની અડગ ભૂમિકા અને નેતૃત્વ ક્ષમતાને બિરદાવવામાં આવી હતી. તેમની બિનહરીફ પસંદગી સંગઠન પ્રત્યે સભ્યોના અખૂટ વિશ્વાસ અને સમર્થનને દર્શાવે છે. આ પ્રસંગે મહેન્દ્રસિંહ ભીખુભા વાઘેલા, વિજયસિંહ જાડેજા, જે.કે. જાડેજા, ભરતભાઈ ખાંભરા, હરેશભાઈ સવસેટા, વિક્રમભાઈ વિરડા, હરિભાઈ ધ્રાંગા, કિશનસિંહ ઝાલા સહિત સમગ્ર BMS ટીમ દ્વારા પ્રમુખ ડી એન ઝાલાને ફૂલહાર પહેરાવી અને શુભેચ્છાઓ પાઠવી હતી.
સભામાં સંગઠનના ભાવિ કાર્યક્રમો, શ્રમિક હિતના મુદ્દાઓ અને સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી હતી. તમામ સભ્યોએ એકસુરે જણાવ્યું હતું કે ડી. એન. ઝાલાના નેતૃત્વ હેઠળ BMS સંગઠન આગામી સમયમાં પણ શ્રમિકોના હક્ક અને હિત માટે મજબૂત રીતે લડતું રહેશે.
આ પ્રસંગે સમગ્ર રાજકોટ વિભાગના શ્રમિક વર્ગમાં આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી હતી.
