આજે સતત બીજા દિવસે પણ રવાપર ચોકડી નજીક ટ્રાફિક શાખા દ્વારા વિશેષ ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આજ રોજ બાપા સીતારામ ચોકથી લઈને રવાપર ચોકડી, રવાપર ઝાપો, કેપિટલ માર્કેટ, કોહીનુર કોમ્પલેક્ષ તથા વર્ધમાન ચોકડી સુધીના માર્ગ પર અડચણરૂપ રીતે ઊભેલા વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
ડ્રાઇવ દરમિયાન ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકો તેમજ વેપારીઓને તેમના વાહનો નિર્ધારિત જગ્યાએ જ પાર્ક કરવા અંગે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. તેમ છતાં માર્ગ પર અડચણરૂપ રીતે ઊભેલા કુલ ૨૪ વાહનચાલકો સામે કાર્યવાહી કરી રૂ. ૧૨,૦૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
પોલીસની જાહેર અપીલ
ટ્રાફિક પોલીસ દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે પોતાનું વાહન રોડ પર ગમે ત્યાં પાર્ક ન કરે, રોંગ સાઈડમાં વાહન ન ચલાવે તથા પોતાની જ લાઇનમાં વાહન ચલાવે, જેથી અન્ય વાહનચાલકોને કોઈ અડચણ ન થાય અને ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રીતે ચાલે.
