Saturday, April 18, 2026
Homeગુજરાતટિકિટ મુદ્દે ભાજપમાં ભંગાણના સંકેત, મોરબીમાં અપક્ષ ઉમેદવારીની હલચલ

ટિકિટ મુદ્દે ભાજપમાં ભંગાણના સંકેત, મોરબીમાં અપક્ષ ઉમેદવારીની હલચલ

મોરબીમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપમાં ટિકિટ વહેંચણીને લઈ આંતરિક અસંતોષ ઉગ્ર બનતો દેખાઈ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, વિવિધ જૂથો વચ્ચે તણાવ વધી રહ્યો છે અને બળવાના એંધાણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.

  • આરએસએસ, વીએચપી તેમજ જિલ્લા સંગઠનના નજીકના લોકોને ટિકિટ મળવાની શક્યતાને કારણે વિવાદ ઊભો થયો છે
  • પાટીદાર સમાજના આગેવાનોમાં ભારે અસંતોષ, બળવો થવાની સંભાવના
  • વોર્ડ નંબર 8, 9 અને 12 માં અપક્ષ ઉમેદવારી નોંધાવાની શક્યતા
  • ફોર્મ ઉપાડવાની પ્રક્રિયા શરૂ થઈ હોવાની સૂત્રો પાસેથી માહિતી
  • ધારાસભ્યના નજીકના સગા પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી શકે તેવી ચર્ચા
  • પૂર્વ સાંસદના નજીકના સગાને ટિકિટ નહીં મળે તેવી શક્યતા
  • પાટીદાર આગેવાનો, ધારાસભ્ય અને પૂર્વ સાંસદના નજીકના સગાઓમાં બળવો થવાના સંકેત
  • વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા કાર્યકર્તાઓ અને આગેવાનો અપક્ષ તરીકે ચૂંટણી લડી શકે તેવી સ્થિતિ

જો આ અસંતોષ વધશે તો ભાજપ માટે મોરબીમાં ચૂંટણી કઠિન બની શકે છે. અપક્ષ ઉમેદવારોના પ્રવેશથી મતવિભાગ થવાની શક્યતા વધી રહી છે, જે પાર્ટીના સત્તા સમીકરણને અસર કરી શકે છે.

હાલ સ્થિતિ ઉપર ભાજપના વરિષ્ઠ નેતાઓ નજર રાખી રહ્યા છે, પરંતુ આગામી દિવસોમાં આ વિવાદ વધુ તેજ બનવાની શક્યતા નકારી શકાય નહીં.

RELATED ARTICLES

Most Popular