Saturday, April 18, 2026
Homeગુજરાતનરેન્દ્ર પરમારના બળવા બાદ ભાજપમાં ઉથલપાથલ, અપક્ષ લહેર વધવાની આશંકા

નરેન્દ્ર પરમારના બળવા બાદ ભાજપમાં ઉથલપાથલ, અપક્ષ લહેર વધવાની આશંકા

મોરબી ભાજપમાં બળવાની લહેર: નરેન્દ્ર પરમાર પછી અનેક આગેવાનો અપક્ષ રસ્તે?
મોરબી શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપમાં ટિકિટ વહેંચણીને લઈને ઉદ્ભવેલા અસંતોષ હવે ખુલ્લા બળવામાં પરિવર્તિત થતો દેખાઈ રહ્યો છે. પૂર્વ કાઉન્સિલર નરેન્દ્ર પરમારે અપક્ષ ઉમેદવારી નોંધાવતા હવે પાર્ટીમાં વધુ બળવાના એંધાણ જોવા મળી રહ્યા છે.

પૂર્વ કાઉન્સિલર નરેન્દ્ર પરમારે વોર્ડ નંબર 9માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી
ટિકિટ નહીં મળવાના સંકેતો વચ્ચે ભાજપ સામે ખુલ્લો બળવો
ભાજપમાં ટિકિટ માટે અનેક આગેવાનો દોડધામમાં, આંતરિક સ્પર્ધા તેજ
કેટલાક અન્ય પૂર્વ કાઉન્સિલરો અને આગેવાનો પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી શકે તેવી ચર્ચા
વર્ષોથી જોડાયેલા કાર્યકર્તાઓમાં અસંતોષ, “અવગણના”ની લાગણી
વોર્ડ પ્રમાણે ગોઠવણ અને જૂથબાજી વધુ સ્પષ્ટ બની રહી છે

મોરબી ભાજપ માટે હાલની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. એક તરફ ટિકિટ માટે દાવેદારોની ભીડ છે તો બીજી તરફ ટિકિટ ન મળતા બળવો વધતો જઈ રહ્યો છે.
જો આ બળવો વધશે તો અનેક વોર્ડમાં અપક્ષ ઉમેદવારો ઊભા રહી ભાજપના મતવિભાગને અસર કરી શકે છે, જે ચૂંટણી પરિણામોને સીધી અસર પહોંચાડી શકે છે.

RELATED ARTICLES

Most Popular