લેખિત રજૂઆતને મહિનાઓ વીતી ગયા છતાં મનપા પાસે જવાબ નથી; તપાસ થઈ કે ફાઈલનો ધૂળ ખાઈ રહી છે?
મોરબી: મોરબી મહાનગરપાલિકા સંચાલિત નંદીઘરના વહીવટમાં ગેરરીતિ અને કથિત કૌભાંડના આક્ષેપો વચ્ચે હવે સમગ્ર મામલે મનપા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. ખાસ વાત એ છે કે જ્યારે કાંતિભાઈ અમૃતિયા ધારાસભ્ય હતા ત્યારે જ તેમણે તા. 21 ફેબ્રુઆરી 2025ના રોજ મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરી નંદીઘરના સમગ્ર વહીવટની તપાસ કરવાની માંગ કરી હતી.
ધારાસભ્ય તરીકે કાંતિભાઈ અમૃતિયાએ કરેલી રજૂઆતમાં નંદીઘરના વહીવટમાં થયેલી કહેવાતી ગેરરીતિઓની તપાસ કરી હકીકત બહાર લાવવા અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. રજૂઆત બાદ હવે લાંબો સમય વીતી ગયો છે.
દરમિયાન કાંતિભાઈ અમૃતિયા હવે રાજ્ય સરકારમાં મંત્રી બની ગયા છે. એટલે હવે સવાલ એ છે કે જ્યારે તેઓ ધારાસભ્ય હતા ત્યારે તેમણે કરેલી રજૂઆત પર તપાસ થઈ કે નહીં? જો તપાસ થઈ હોય તો તેનો અહેવાલ ક્યાં છે? અને જો તપાસ હજુ સુધી થઈ જ નથી તો આખરે આ અરજી ક્યાં અટકી છે?
ધારાસભ્યની રજૂઆત છતાં તપાસ ક્યાં અટકી?
નંદીઘર પશુ કલ્યાણ સાથે સંકળાયેલું મહત્વનું કેન્દ્ર છે. તેના સંચાલન, વહીવટ અને જાહેર નાણાંના ઉપયોગમાં પારદર્શિતા હોવી જરૂરી છે. ત્યારે લોકપ્રતિનિધિ દ્વારા લેખિતમાં તપાસની માંગ કરવામાં આવી હોવા છતાં જો હજુ સુધી કોઈ સ્પષ્ટ કાર્યવાહી સામે ન આવી હોય તો મનપા તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થાય તે સ્વાભાવિક છે.
હવે લોકોમાં ચર્ચા છે કે કાંતિભાઈ અમૃતિયાએ ધારાસભ્ય તરીકે અરજી કરી હતી, ત્યારબાદ તેઓ મંત્રી બની ગયા, પરંતુ નંદીઘરની તપાસનો મુદ્દો હજુ પણ કેમ પેન્ડિંગ છે?
મનપા તંત્ર પાસે હવે જવાબ માગતા સવાલો
- 21 ફેબ્રુઆરી 2025ની રજૂઆત બાદ શું કાર્યવાહી કરવામાં આવી?
- નંદીઘરની તપાસ માટે કોઈ સમિતિ બનાવવામાં આવી હતી કે નહીં?
- તપાસ થઈ હોય તો તેનો અહેવાલ જાહેર કેમ કરવામાં આવ્યો નથી?
- તપાસ ન થઈ હોય તો ધારાસભ્યની લેખિત રજૂઆત કેમ અટકાવી રાખવામાં આવી?
- આખરે કાંતિભાઈ અમૃતિયાની અરજી ફાઈલોમાં દબાઈ ગઈ કે તપાસ ખરેખર ચાલી રહી છે?
આ મામલે હવે મોરબી મહાનગરપાલિકા તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવી જરૂરી બની છે. ખાસ કરીને જ્યારે તપાસની માંગ કરનાર લોકપ્રતિનિધિ હવે રાજ્ય સરકારમાં મંત્રી બની ગયા છે, ત્યારે પણ જો તેમની અગાઉની રજૂઆત પર કોઈ નક્કર કાર્યવાહી ન થઈ હોય તો તે વધુ ગંભીર સવાલ ઉભો કરે છે.
હવે જોવાનું એ છે કે નંદીઘરના કથિત કૌભાંડની તપાસ થશે કે પછી ધારાસભ્ય હતા ત્યારે કરેલી કાંતિભાઈ અમૃતિયાની રજૂઆત પણ ફાઈલોમાં જ દબાઈ રહેશે?પાસ હાથ ધરી હકીકત પ્રજાની સામે લાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
