વાંકાનેર સીટી ના સબ સ્ટેશનના રીયકટર ચોરીના ગુન્હામાં છેલ્લા પોણા બે વર્ષથી નાસતા ફરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડતી મોરબી તાલુકા પોલીસ
મોરબી, પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્જ ભુજ નાઓએ સરહદી રેન્જમાં બનતા મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તથા અન-ડીટેકટ મિલ્કત સબંધી ગુન્હાઓને શોધી કાઢવા તેમજ નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય.
જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી મોરબી જીલ્લાએ નાસતા ફરતા આરોપીઓ પકડવા ખાસ ડ્રાઇવનુ આયોજન કરેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી મોરબી વિભાગ ના સીધા માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ અન-ડીટેકટ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા તેમજ નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય.
પોલીસ ઇન્સ્પેકટર શ્રી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓએ નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે સર્વેલન્સ સ્ટાફના માણસોને ખાનગી પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફને બાતમી હકીકત મળેલ કે, “વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં.૦૪૨૩/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબ ગુન્હા નાસતા-ફરતા આરોપીઓ હાલ ધરમપુર રોડ સુરાપુરા દાદા મંદિર પાસે ઉભેલ હોય” જે હકીકતના આધારે હકીકત વાળી જગ્યાએ થી નીચે મુજબના ત્રણ આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ અર્થે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા તજવીજ કરેલ છે.
પકડાયેલ આરોપીઓ :-
(૧) અરવિંદભાઈ બચુભાઇ વિરમગામીયા ઉ.વ.૩૩ રહે-વીસીપરા મદીના સોસાયટીમાં મોરબી-૦૧
(૨) વનરાજભાઈ દેવરાજભાઇ કુંઢીયા ઉ.વ.૨૦ રહે-લીલાપર ચોકડી જોગમાયા દુકાનની પાછળ તા.જી.મોરબી
(૩) કાટીયો ઉર્ફે અશોકભાઇ નરસીભાઇ વિરમગામીયા ઉ.વ.૩૫ રહે-કુળદેવ પાનની બાજુમાં મફતીયાપરા મોરબી
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :-
પોલીસ ઇન્સપેકટર શ્રી એન.એસ.ઘેટીયા તથા પોલીસ સબ ઇન્સપેકટર સી.એસ.સોંદરવા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો જોડાયેલ હતા.
