Homeગુજરાતમોરબી સિટી બી ડિવિઝન પોલીસનો દરોડો: જુગાર રમતા 3 ઝડપાયા

મોરબી સિટી બી ડિવિઝન પોલીસનો દરોડો: જુગાર રમતા 3 ઝડપાયા

મોરબી સિટી બી ડિવિઝન પોલીસે જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરી છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે મોરબીના હળવદ રોડ વિસ્તારમાં આવેલા સિરામિક કોમ્પ્લેક્સની એક દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

દરોડા દરમિયાન જુગાર રમતા 3 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી ગંજીપત્તાના પાના અને રોકડ રૂપિયા 25,100 સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે ત્રણેય શખ્સો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીને પગલે જુગારની પ્રવૃત્તિ આચરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

RELATED ARTICLES

Most Popular