Monday, February 2, 2026
Homeગુજરાતવનસ્પતિ તેલમાંથી બનતું હતું 'ઝેર' જેવું પનીર! મહેસાણા GIDC માં ફૂડ એન્ડ...

વનસ્પતિ તેલમાંથી બનતું હતું ‘ઝેર’ જેવું પનીર! મહેસાણા GIDC માં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સપાટો

ગુજરાતમાં નકલી ખાદ્ય પદાર્થો વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આજે મોટી સફળતા મેળવી છે. મહેસાણા GIDC વિસ્તારમાં આવેલી બે જાણીતી ડેરી ફેક્ટરીઓમાં દરોડા પાડીને મોટા પાયે શંકાસ્પદ અને ભેળસેળિયું પનીર ઝડપી પાડવામાં આવ્યું છે.

ફૂડ વિભાગની ટીમે મહેસાણા GIDC સ્થિત ‘જય મહાકાળી ડેરી’ અને ‘મે. નમન મિલ્ક ડેરી’ માં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ રેડ દરમિયાન બંને સ્થળોએથી કુલ 1178 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો. વિભાગે આ તમામ જથ્થો કબજે લીધો છે.

નમન મિલ્ક ડેરી: અહીંથી 574 કિલો ગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો.

જય મહાકાળી ડેરી: અહીંથી 604 કિલો પનીર અને તેની બનાવટમાં વપરાતું 58 કિલો તેલ પણ કબજે કરવામાં આવ્યું હતું.

ફૂડ વિભાગના અધિકારીઓના પ્રાથમિક અનુમાન મુજબ, આ પનીર દૂધને બદલે હલકી ગુણવત્તાના વનસ્પતિ તેલમાંથી બનાવવામાં આવતું હતું. તેલનો ઉપયોગ કરીને બનાવવામાં આવતું આવું પનીર માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.

વિભાગે કુલ રૂપિયા 1.26 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે. પનીર અને તેલના નમૂનાઓ લેવામાં આવ્યા છે, જેને પૃથ્થકરણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. લેબના રિપોર્ટ આવ્યા બાદ ફેક્ટરી માલિકો સામે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

RELATED ARTICLES

Most Popular