Homeગુજરાતગુજરાતમાં ગાંજો ઘુસાડવાનું મોટું કારસ્તાન નિષ્ફળ: સોનગઢ પોલીસે ટ્રકમાંથી રૂ.42.94 લાખનો ગાંજો...

ગુજરાતમાં ગાંજો ઘુસાડવાનું મોટું કારસ્તાન નિષ્ફળ: સોનગઢ પોલીસે ટ્રકમાંથી રૂ.42.94 લાખનો ગાંજો ઝડપી પાડ્યો

તાપી જિલ્લાના સોનગઢમાં પોલીસને મોટી સફળતા મળી છે. સોનગઢ પોલીસે બાતમીના આધારે જૂના ચેકપોસ્ટ નજીક એક ટ્રકને અટકાવી તપાસ હાથ ધરતા ટ્રકના કેબિનમાંથી 85.890 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો.પોલીસે ગાંજાના કુલ 43 પેકેટ જપ્ત કર્યા છે, જેની અંદાજિત કિંમત રૂ. 42,94,500 હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસ મુજબ ગાંજો મહારાષ્ટ્ર તરફથી ગુજરાતમાં તસ્કરી કરીને લાવવામાં આવી રહ્યો હતો.આ સમગ્ર મામલે સોનગઢ પોલીસે સોહિલ શેખ, સોયેફ શેખ અને જફર ખાન નામના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.સોનગઢ પોલીસે NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરી ત્રણેય આરોપીઓ સહિત કુલ રૂ. 64 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.મહારાષ્ટ્રથી ગુજરાત સુધી ગાંજાની હેરાફેરીનું નેટવર્ક છે કે કેમ? તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

RELATED ARTICLES

Most Popular