Saturday, December 6, 2025
Homemumbaiહૈદરાબાદથી કુવૈત જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળતાં મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ

હૈદરાબાદથી કુવૈત જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળતાં મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ

હૈદરાબાદથી કુવૈત જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાનો ધમકી ભર્યો ઈમેલ મળતા ખળભળાટ મચી ગયો હતો, જેના પગલે વિમાનનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક કાર્યવાહી કરતા વિમાનને એરપોર્ટના આઇસોલેશન બે (Isolation Bay)માં મોકલી દીધું છે અને તેની સઘન તપાસ શરૂ કરી દીધી છે.

સવારે ઈન્ડિગોની ફ્લાઈટે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી કુવૈત માટે ઉડાન ભરી હતી. ફ્લાઇટ ટેક-ઓફ થયાના થોડા સમય બાદ, હૈદરાબાદ એરપોર્ટને એક ધમકીભર્યો ઈમેલ મળ્યો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ વિમાનમાં બોમ્બ છે. આ ગંભીર ધમકીને પગલે, ATC એ તાત્કાલિક પગલાં લેતા ફ્લાઇટને મુંબઈ એરપોર્ટ પર ડાયવર્ટ કરી દીધી હતી અને મુંબઈમાં વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યા બાદ, તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને એરલાઈન દ્વારા મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

અધિકારીઓએ જણાવ્યું કે, લેન્ડિંગ બાદ વિમાનને આઇસોલેશન પાર્કમાં લઈ જવામાં આવ્યું, જ્યાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF) અને અન્ય સુરક્ષા ટીમોએ સંપૂર્ણ તપાસ શરૂ કરી દીધી છે અત્યાર સુધી તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક પદાર્થ મળી આવ્યો નથી.

RELATED ARTICLES

Most Popular