સોશિયલ મીડિયામાં વારંવાર વિવાદમાં રહેલી કીર્તિ પટેલ સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે ત્યારે હાલ કીર્તિ પટેલ પાસા હેઠળ જેલમાં બંધ છે ત્યારે સુરતના લસકાણા પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો નોંધાયો છે હાલ કીર્તિ પટેલ વિરુદ્ધ 10 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે
પાસા હેઠળ સેલમાં બંધ કીર્તિ પટેલ ને ગુનો નોંધાતા મોટો ઝટકો લાગ્યો છે લસકાણા પોલીસ સ્ટેશન માં રેતી કપચીના વેપારી અલ્પેશ ડોંડાએ કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કીર્તિ પટેલ પર અપશબ્દો બોલી ધમકી આપવા અને સોશિયલ મીડિયા પર બદનામ કરતી પોસ્ટ વાયરલ કરવાના આરોપ સાથે ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે આ અગાઉ કીર્તિ પટેલ પર ખંડણી મારા મારી સહિતની અનેક ફરિયાદો નોંધાઈ ચૂકી છે
