રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજથી બે દિવસ માટે ભારતની મુલાકાતે આવી પહોંચ્યા છે ત્યારે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું વિમાન મોડી સાંજે નવી દિલ્હી ખાતે પહોંચ્યું હતું એરપોટે ઉતર્યા બાદ પુતિન 23માં ભારત રસિયા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ભારતની મુલાકાતે છે જોકે દુનિયાભરની નજર હાલ પુતીની ભારતની મુલાકાત પર છે ભારતની મુલાકાતે આવેલા પુતીન નું એરપોર્ટ ઉપર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સ્વાગત બાદ પુતીન અને મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા રાષ્ટ્રપતિ ભવન ખાતે બંને નેતાએ સાથે ડિનર લીધું હતું. જો કે પુતીની સાથે એક ખાસ પ્રતિનિધિમંડળ પણ ભારત આવ્યું છે

આ વ્યાપારી પ્રતિનિધિમંડળમાં રાજેશ શર્માનો સમાવેશ થાય છે જેવો રશિયામાં એક મોટી ફાર્માસ્યુટિકલ કંપનીના માલિક છે અને 34 વર્ષથી રશિયામાં રહે છે રશિયન ફાર્માસ્યુટિકલ કંપનીઓ ભારત સાથે મોટો કરાર પર હસ્તાક્ષર કરવાની આશા રાખી રહી છે પુતીના ભારત આગમન પહેલા જ ઘણા રશિયન મંત્રીઓ દિલ્હી પહોંચી ચૂક્યા છે જોકે આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત અમેરિકા સંબંધો છેલ્લા બે દાયકામાં કદાચ સૌથી ખરાબ પરિસ્થિતિમાં પસાર થઈ રહ્યા છે જેનું કારણ અમેરિકા દ્વારા ભારતીય માલ પર 50% નો ટેરિફ લાદવામાં આવ્યો છે આ ટેરિફમાં રશિયન ફ્રૂટ ઓઇલની ખરીદી પર લાદવામાં આવેલ 25% ટેરિફનો સમાવેશ થાય છે
ભારત સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિની મુલાકાતથી આર્થિક સહયોગમાં નોંધપાત્ર વધારો થશે આ સાથે રાષ્ટ્રપતિ ઉદ્યોગપતિઓના મોટા જૂથ સાથે પ્રવાસ કરી રહ્યા છે ભારત રશિયા સાથેની વેપાર ખાદમાં સુધારો કરવાની આશા રાખે છે રશિયામાં ભારતીય નિકાસ વધારવા માટે અનેક માર્ગો શોધવામાં આવી રહ્યા છે જેમાં ફાર્માસ્યુટિકલસ, ઓટો મોબાઇલ્સ, કૃષિ ઉત્પાદનોનો અને દરિયાઈ ઉત્પાદનોનો સમાવેશ થાય છે આ ભારતીય વ્યવસાયો અને ઉત્પાદનો માટે એક મોટું બજાર પૂરું પાડશે આ સાથે રોજગાર સર્જન અને આપણા ખેડૂતોની સુખાકારીને વધુ વેગ મળી શકશે
બીજી તરફ શિપિંગ, આરોગ્ય સંભાળ, ખાતરો અને કનેક્ટિવિટીના ક્ષેત્રે પણ અનેક કરારો અને સમજૂતી કરારો માં પણ હસતાક્ષર થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે લોકોથી લોકોના સંબંધો ગતિશીલતા ભાગીદારી સંસ્કૃતિ અને વૈજ્ઞાનિક સહયોગમાં પણ વધુ સહયોગ જોવા મળે તેવા સંકેતો જોવા મળી રહ્યા છે રશિયાના રાષ્ટ્રપતિ બે દિવસની ભારત મુલાકાતે પહોંચ્યા છે તેવો આવતીકાલે મોડી રાત્રે મોસ્કો પરત ફરવાના પ્લાનિંગ સાથે આવ્યા છે ત્યારે આ બે દિવસમાં તેઓ 23 માં ભારત રશિયા સમિટમાં હાજરી આપશે


