Saturday, December 6, 2025
Homeગુજરાત"સલામ" 6 વર્ષની બાળકીના અપહરણ કરી દુષ્કર્મ અને હત્યાના કરનાર આરોપીની 19...

“સલામ” 6 વર્ષની બાળકીના અપહરણ કરી દુષ્કર્મ અને હત્યાના કરનાર આરોપીની 19 દિવસમાં ચાર્જ સીટ કરી, કોર્ટે ફાંસીની સજા આપી

વલસાડ જિલ્લાના ડુંગરા પોલીસ મથક વિસ્તારમાં 23 ડીસેમ્બર 2023 ના રોજ મૂળ દિલ્હીના વતની અને નાના ડુંગરા વિસ્તારમાં ભંગારના વાડા માં મજુરી કામ કરતા એક સામાન્ય પરિવારની 6 વર્ષની બાળકીના અપહરણ થયાની ઘટના સામે આવી હતી જે બાદ વલસાડ જિલ્લા પોલીસના તત્કાલીન એસપી કરણરાજ વાઘેલાના માર્ગદર્શનમાં વાપી ડીવાય એસપી બી એન દવે પી આઈ મયુર પટેલ અને પોલીસ ની ટીમે સ્થાનિકોની મદદ થી ડુંગરા વિસ્તારમાં કોમ્બીગ કરતા બાળકીની લાશ મળી આવી હતી જેના પોસ્ટ મોર્ટમ કરાવતા તેની સાથે દુષ્કર્મ કરી હત્યા કરાઈ હોવાનું સામે આવતા જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ બાબતે પ્રશ્નો ઉભા થયા હતા આ ઘટના બાદ પોલીસ ની ટીમ દ્વારા 42 જેટલા સીસીટીવીની ઝીણવટ પૂર્વક તપાસ કરતા એક શંકાસ્પદ વ્યક્તિ નજરે પડ્યો હતો જેને પકડી તપાસ કરતા પોતાનું નામ રજાક સુભાન ખાન જણાવ્યું હતું જે બાદ પોલીસે તેની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો

પોલીસ આ કેસમાં સતર્કતા દાખવી માત્ર 19 દીવસમાં કેસને લગતા પુરાવા એકત્ર કરી ચાર્જ સીટ ફાઈલ કરી હતી આં ઉપરાંત કેસના ઝડપી ટ્રાયલ ચાલે તે માટે પોલીસ દ્વારા પુરતો સહયોગ આપતા ઘટના બન્યા માત્ર 35 મહિનામાં વાપી સેસન્સ કોર્ટમાં ટ્રાયલ પૂર્ણ થઇ હતી પોલીસે આ કેસમાં રજુ કરેલા મેડીકલ રીપીઓર્ત સાઇન્ટી ફિક રીપોર્ટ ફોરેન્સિક રીપોર્ટ ટેકનીકલ ટીમ દ્વારા રજુ કરાયેલા પુરાવા કેસ લગતા દસ્તાવેજ પુરાવા રજુ કર્યા હતા જેના આધારે વાપી સેસન્સ કોર્ટ દ્વારા આરોપીન રજાક સુભાન ખાનને ફાંસી સજા ફટકારી હતી જયારે ભોગ બનનાર પરિવારને વળતર પેટે રૂ 17 લાખની ચુકવણી કરવા કોર્ટે આદેશ કર્યો હતો

RELATED ARTICLES

Most Popular